Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આપણા નખ અને તેનો ઉપયોગ

આપણી આંગળી અને અંગુઠા ઉપરના નખ  ટેરવાને રક્ષણ આપે છે. નખ કેરાટીન નામના સખત પદાર્થના બનેલા છે. નખ ચામડીના ઉપલા આવરણમાંથી મૃત કોશોમાંથી બને છે.

નખનું નિરીક્ષણ કરશો તો તેના મૂળમાં ચંદ્રાકાર ભાગ દેખાય છે તેને લુનુલા કહે છે તે નખનું મૂળ છે અને સજીવ કોષોનું બનેલું છે. તેમાં કેરાટીન એકઠું થઈને નખનો વિકાસ થાય છે.

નવા કોષો ઉમેરાય તેમ જૂના કોષો આગળ વધીને નખનો વિકાસ થાય છે. નખ ટેરવાની ચામડી સાથે જ્ઞાાનતંતુઓથી જોડાયેલ છે. ટેરવાની બહાર વધેલા નખ નિર્જીવ હોય છે તે કાપવાથી પીડા થતી નથી.

નખનો રંગ અને સ્થિતિ તબીયતના સૂચક છે. વૈદ્યો અને ડોક્ટરો દર્દીના નખ પણ તપાસતા હોય છે. નખ રક્ષણ ઉપરાંત પકડ પણ મજબૂત કરે છે. નખ ન હોય તો તમે પેન કે પેન્સિલ વડે લખી શકો નહીં.

ફેશન જગતમાં પણ નખની ભૂમિકા છે. ઈ.સ. પૂર્વે ૩૦૦૦ના સમયમાં પણ નખ રંગવાની પરંપરા હતી. રંગવા સાથે નખ વધારવાની પણ ફેશન છે.

એક ચીની સાધુએ પોતાના નખ ૫૭.૭૯ સેન્ટીમીટર સુધી વધારીને વિશ્વવિક્રમ સ્થાપેલો. ૧૯૯૮માં શ્રીધર પિલ્લાઈ નામના યુવાને ડાબા હાથની આંગળીના નખ ૬૧૫.૩૨ સેન્ટીમીટર સુધી જાળવી વિક્રમ સર્જેલો.
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments