Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બિટકોઈનનું પણ પતન

એક જમાનો હતો કે જયારે ગુજરાતી શ્રીમંતો અમેરિકી ડોલર આંતર રાષ્ટ્રીય વિનિમય દર પ્રમાણે ખરીદીને મૂકી રાખતા હતાં. હર્ષદ મહેતાની તેજીના જમાનામાં ડોલર ગુજરાતમાં એટલી હદે દેખાવા લાગ્યા હતા કે ગુજરાતને ડોલરિયો દેશ પણ કોઈ કહી દેતું. આમ પણ આજે ડોલરને જ ગુજરાતીઓ લક્ષ્મીના અભિવર્ધિત સ્વરૃપ તરીકે ઉપાસે છે.

ત્યારે, જયારે પછી ડોલરનો ભાવ ઊંચકાય એટલે વેચી દેતા હતા અને એમ કમાણી પણ કરતા. ડોલરના વધતા - ઘટતા ભાવનો અંદાજ લગાવવાના નિષ્ણાતો એમાં વધુ કમાતા. બિટકોઈન અને મિઓટા આજકાલ આવી જ પરંતુ એક અમૂર્ત ચલણ છે. ડોલર જોઈ શકાતા, આ બિટકોઈન માત્ર એકાઉન્ટમાં ધારણ કરી શકાય છે અને દુનિયાના કોઈ પણ દેશના વર્તમાન ચલણમાં એનું રૃપાંતર  થઈ શકે છે. નથી એનો સિક્કો કે નથી એની નોટ !

જેમ એક ડોલર એટલે અમુક રૃપિયા તે રીતે એક બિટકોઈન એટલે અમુક ડોલર. ગયા ડિસેમ્બરમાં બિટકોઈનના મૂલ્યમાં એકાએક ઉછાળો આવ્યો હતો, એક બિટકોઈન એટલે પંદર હજાર ડોલર! એટલે કે અંદાજે રૃા ૯,૬૩,૩૧૯! આજકાલ બિટકોઈનની કિંમત રૃા. પાંચ લાખ નજીક પહોંચી ગઈ છે અને એમાં હજુ વધુ ઘટાડો થવાના સંકેતો છે.

બિટકોઈનનો ઈતિહાસ દંતકથા જેવો છે, પરંતુ એ છે હકીકત કે બહુ જ ઓછા નાણાં જેઓએ એમાં પ્રારંભે રોકયા હતાં તેઓ આજે મહાન માલેતુજાર થઈ ગયા છે. સૌથી નવાઈની વાત એ છે કે દુનિયાના એક પણ દેશે આ સૂક્ષ્મ અને અમૂર્ત ચલણને માન્યતા આપી નથી, તો પણ લોકો એમાં ડૂબકી લગાવે છે. આ પ્રકારના ચલણને આંતરરાષ્ટ્રીય નાણાં બજારમાં ક્રિપ્ટો કરન્સી કહેવામાં આવે છે.

બિટકોઈનને કેટલાક લોકો વિકેન્દ્રિત ડિજિટલ ટોકન તરીકે પણ ઓળખે છે. ભારતમાં અત્યારે બિટકોઈનનાં સરકારના ધ્યાનમાં હોય એવા ૧૨ એક્ષચેન્જ છે અને એ સિવાયના થઈને કુલ વીસ એક્ષચેન્જ કાર્યરત છે.

રિઝર્વ બેન્ક અને નાણાં મંત્રાલયે અનેકવાર રોકાણકારોને બિટકોઈન કે એવી કોઈ વર્ચ્યુઅલ કરન્સીમાં ન ઝંપલાવવાની તાકીદ કરી હોવા છતાં દેશનાં અનેક શ્રીમંતો એમાં રોકાણ કરી રહ્યાં છે. ભારત સરકારે બિટકોઈનના એક્ષચેન્જ પર માત્ર નજર રાખી છે, એ ગેરકાયદે હોવા છતાં કેટલાક ઉદ્યોગપતિઓના ઈશારે એને ચાલવા દીધા છે. અમેરિકામાં મંદીના આ વખતના નવા કડાકા શરૃ થયા એ પહેલા બિટકોઈનના મૂલ્યમાં ગાબડાં પડવા લાગ્યા હતાં.

હવે કદાચ આપણે એક એવી દુનિયામાં આવી ગયા છીએ જયાં વિવિધ રાષ્ટ્રોની સરકારોની માન્યતાઓ વિના પણ ઘણા નવા ઘટનાક્રમો આકાર લઈ રહયા છે. બ્લ્યૂ વ્હેલ ગેઈમ કે ટેરરિઝમ પણ એ જ શ્રેણીમાં આવે છે. નાણાંનો, જિંદગીનો અને યૌવનનો જુગાર નવા જ સ્વરૃપે અને ખતરનાક રીતે રમાતો જોવા મળે છે. મહાસત્તાઓની હાલત પણ એમાં માત્ર સાક્ષી બની રહેવા જેવી અથવા તો નિવેદનો કરવા પૂરતી સીમિત છે.

જાન્યુઆરી ૨૦૧૭માં એક બિટકોઈનનું મૂલ્ય માત્ર ૯૦૦ ડોલર હતું, જે પહેલા ૧૫૦૦૦ ડોલર અને પછી થોડા સમય માટે ૨૦,૦૦૦ ડોલર સુધી પહોંચી ગયું. આ ક્રિપ્ટો કરન્સી તરફ ભારતીય શ્રીમંતોનો અભિગમ ભાવો ઘટવા છતાંય હજુ જળવાયો છે. ઈ.સ.૨૦૧૬માં મહિને નવા દસ હજાર રજિસ્ટ્રેશન થતા હતા, હવે ક્રિપ્ટો કરન્સીના નવા એકાઉન્ટ શરૃ કરવા માટે એટલી જ સંખ્યાના રજીસ્ટ્રેશન દરરોજ થવા લાગ્યા છે. ભારતીયો બિટકોઈન બેધડક ખરીદે છે અને વેચે પણ છે.

હવે તો એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી ઈ.કોમર્સ સાઈટ પર બિટકોઈન દ્વારા ગિફટ વાઉચર ખરીદવાની ઓફરો તરતી દેખાવા લાગી છે. આ ડિજિટલ યુગમાં હવે અનેક એવા એક્ષચેન્જ છે જેમાં ભારતીયો પણ પોતાના બિટકોઈનનું રૃપિયામાં રૃપાંતર કરી પોતાના જ ભારતીય બેન્ક એકાઉન્ટમાં જમા લઈ શકે છે.

ભારતીય રોકાણકારો માટે બિટકોઈનના રોકાણમાં કયારે પ્રવેશવું અને કયારે ફરી ભારતીય ચલણમાં પાછા આવવું એ અંગેની દ્વિધા છે અને એ હંમેશા રહેવાની છે, કારણ કે દુનિયાભરના રોકાણકારો પર ક્રિપ્ટો કરન્સીની દુનિયામાં જેમનો અંકુશ છે તેમનો પડછાયો પણ રોકાણકર્તાને જોવા મળતો નથી.

આ વર્ષની શરૃઆતમાં આવકવેરા ખાતાએ બિટકોઈન વગેરે અમૂર્ત ચલણમાં રોકાણ કરનારા દસ હજારથી વધુ ભારતીય શ્રીમંતોને નોટિસો ફટકારી છે, પરંતુ કુલ સંખ્યા તો આનાથી કયાંય વધારે છે. ભારતીય આવકવેરા ખાતાના હિસાબ પ્રમાણે છેલ્લા દોઢેક વરસમાં દેશમાં ક્રિપ્ટો કરન્સીમાં કુલ ૨૫ હજાર કરોડ રૃપિયાની લેણદેણ થઈ છે.

દેશની રાષ્ટ્રીયકૃત અને ખાનગી એવી કેટલીક બેન્કોએ જે બેન્ક એકાઉન્ટસ્માં બિટકોઈન સંદર્ભે આંકડાઓની ભારે ઉછળકૂદ જોઈ એ ગ્રાહકોના ખાતાઓ સસ્પેન્ડ પણ કરી દીધા છે. છતાં કોઈક રહસ્યમય કારણ તો છે જ કે જેને કારણે સરકાર આ પ્રવૃત્તિ પર કોઈ ક્રિમિનલ પ્રોસિજર પ્રમાણેના એકશન લઈ શકતી નથી.
 

Keywords tantri,lekh,14,february,2018,

Post Comments