Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પ્રાણવાયુની કટોકટી

મહંમદ તઘલખને રાજધાની બદલવાનો વિચાર હવા પ્રદૂષિત થઈ એની સદીઓ પહેલા આવ્યો હતો. તઘલખ (શાસનકાળ ઈ.સ. ૧૩૨૧ થી ઈ.સ.૧૩૮૮) આજ સુધીમાં દિલ્હી પર શાસન કરનારા રાજાઓમાં એક બહુ જ બુદ્ધિમાન શાસક હતો પરંતુ અખતરાઓ અને કરવેરાઓ તથા ચાંદીના અને તાંબાના સિક્કાઓના ચલણમાં એણે કરેલા પ્રયોગોને કારણે એ બહુ જ બદનામ થઈ ગયો હતો. જેને કારણે કોઈ પણ તરંગી, બેબુનિયાદ અને હાસ્યાસ્પદ નિર્ણયને ભારતીય પ્રજા હજુ આજે પણ તઘલખી નિર્ર્ણય કહે છે.

પાટનગર નવી દિલ્હીમાં આજકાલ તરંગી શાસન જેવી જ સ્થિતિ છે. દર વરસે દસ હજાર નાગરિકો માત્ર હવાના પ્રદૂષણને કારણે જયાં મૃત્યુ પામે છે ત્યાં દિલ્હી રાજય સરકારે ફરીવાર ઓડ-ઈવન સ્કીમ દાખલ કરીને ૫૦ ટકા વાહનોનો ધૂમાડો ઓછો કરવાનો હુકમ કર્યો છે. જેની નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે ટીકા કરી છે. છેલ્લા દસ વરસમાં નવી દિલ્હીમાં એક લાખ તંદુરસ્ત નાગરિકો તબક્કાવાર ઝેરી હવાને કારણે ધીમી ગતિના મૃત્યુને પામ્યા છે.

તરસ લાગે ત્યારે કૂવો ખોદવા જવા જેવી જ સ્થિતિ છે કે પ્રદૂષણ વધે ત્યારે વાહનો ન ચલાવવાનો હુકમ કરવો. દિલ્હીમાં પ્રાણવાયુની કટોકટી એટલી હદે સર્જાઈ છે કે અતિશ્રીમંત પરિવારો પોતાના બાળકોને લઈને હિલસ્ટેશનોમાં હેમંત ઋતુની સવારના સોનેરી તડકાને માણવા નીકળી ગયા છે.

આજકાલમાં કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી પણ દિલ્હી  ટુ ગોવા જઈ રહ્યાં છે. મુખ્યમંત્રી કેજરીવાલ સત્તા પર પડયા રહેલા એક શાસક છે. જેને આમ આદમીની તો કંઈ જ પડી નથી અને કેન્દ્ર સરકાર આ પ્રદૂષિત હવા કેજરીવાલને એના મફલર સાથે ગળે વીંટળાઈ વળે એની રાહ જુએ છે.

નવી દિલ્હીની પ્રજા અત્યારે જાણે કે અસ્તિત્વનો સંઘર્ષ ખેલી રહી છે. ભૂકંપ પીડિતોને સહાય કરાય અને દુષ્કાળમાં વોટર સ્પેશ્યલ ટ્રેન પણ દોડાવાય પરંતુ દિલ્હીવાસીને એના જ આકાશમાં તાજગીવાળી પ્રાણવાયુ યુક્ત હવા કેવી રીતે પહોંચાડાય? આજનું દિલ્હી, આવતીકાલનું અમદાવાદ, વડોદરા, ચેન્નાઈ, હૈદ્રાબાદ અને મુંબઈ છે.

મુંબઈને દરિયા કિનારાના સૂસવાટાઓ બચાવી લેશે પરંતુ કલકત્તા અને અમદાવાદ તો પ્રદૂષિત હવાના હવે પછીના ઓડ-ઈવન સરનામા છે. દિલ્હીમાં છેલ્લા બે - ત્રણ વરસતી શિયાળાના પ્રારંભે શાળાઓના બાળકોને ઘરની બહાર ન નીકળવાની સૂચનાઓ આપવામાં આવે છે.

આ ગંભીર પ્રદૂષણ પર હજુ સુધી ભારત સરકારે કોઈ જ પ્રકારની ગંભીરતાથી ધ્યાન આપ્યું નથી. શિયાળામાં હવાની ઘનતા વધે છે. ઉનાળામાં તડકાને કારણે હવા બહુ જ પાતળી થઈ જાય છે. શિયાળામાં ધુમ્મસ હોય તેને ખરેખર તો મેઘરવો કહેવાય છે.

શિયાળામાં હવા એક માત્ર જેવી બની જાય છે જેનામાં પ્રદૂષણ ધારણ કરવાની ક્ષમતા વધે છે. એને કારણે વહેતા પવનની સંજવારી કામ કરી શકતી નથી અને વાતાવરણમાં પ્રદૂષણની ઘનતા ઉમેરેણ ચાલ્યા જ કરે છે જે ફેફસાઓની શ્વસનક્રિયામાં ચાલતી ધમણ જેવી પ્રવૃત્તિના હાર્ડવેરને પ્રથમ તો સખત ડેેેમેજ કરે છે અને પછી ધીમા પડેલા ફેફસામાં ઝેરી વાયુકણ ઠાંસી ઠાંસીને ભરી દે છે.

ધીમા ફેફસાઓ ઘવાયેલા હરણ જેમ પ્રદૂષિત હવાને બહાર પાછી ફેંકવામાં સમર્થ હોતા નથી. ત્યાંથી વિષયક્ર શરૃ થાય છે. એક ધબકતી જિંદગીના અંતનો એ ચૂપકિદી પૂર્વકનો આરંભ હોય છે. દવાઓનો રાઉન્ડ શરૃ થાય છે.બાળકોને સમજાતુ નથી કે પપ્પાને શું થાય છે ? અને માતાને સમજાતુ નથી કે બાળક કેમ સુનમુન થતું જાય છે.

રાજય સરકાર હોય કે, કેન્દ્ર સરકાર, માણસના લોહીને તેઓ હવે પાણી જ માનતા હોય તેવું લાગે છે. જીવલેણ રોગચાળાઓ અને આ જીવલેણ પ્રદૂષણ પરત્વે સરકારના વહીવટીતંત્ર, આરોગ્યતંત્ર અને રાજયતંત્રની બધિરતા પરાકાષ્ઠાએ પહોંચી છે. ભારતમાં છેલ્લા એક વરસમાં વિવિધ પ્રકારની બેદરકારી, કુદરતી હોનારતો અને રોગચાળાને કારણે થયેલા અપમૃત્યુનો આંક શેરબજારના ઈન્ડેકસ જેવી ચાલે ઊંચે જઈ રહ્યો છે.

કેજરીવાલ સરકારે તા.૧૩ નવેમ્બરથી તા.૧૭ નવેમ્બર સુધી ઓડઈવન યોજનાની ઘોષણા છે તે આમ તો ફાટેલા આભને થીંગડું મારવા જેવી જ એક પ્રવૃત્તિ છે તો પણ કંઈક તો છે. છેલ્લા સાડા ત્રણ વરસથી દિલ્હીના પ્રદુષણનો ઉપયોગ માત્ર કેજરીવાલ સામે ધૂમાડો વધારવા માટે જ કરતી કેન્દ્રની એનડીએ સરકારે ઓડઈવન સ્કીમનોય વિરોધ કરવા ખાતર વિરોધ તો કર્યો જ છે.

પરંતુ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ કે જેની મુખ્ય જવાબદાર જ છે કે દિલ્હીની આ દશા થવી જ ન જોઈએ, એણે પણ દંડો પછાડીને આડેઈવન સ્કીમ સામે વાંધો રજૂ કર્યો છે. દિલ્હીનું આકાશ તો આમ પણ પ્રદૂષણથી ડહોળાઈ ગયું છે ને હવે એની નીચેની ધરા પણ રાજકીય ખટપટમાં ડહોળાઈ રહી છે.

જેમની ઉંમર વધારે છે એવા વડીલ નાગરિકોની જિંદગીના આઠ - દસ વરસ તો આ પ્રદૂષણ ઓછા કરી આપે છે પણ જો સ્વાસ્થ્ય સારૃં ન હોય તો ઉપર જ લઈ જાય છે. દિલ્હીની હવા જામ થતી જાય છે. એક અર્થમાં આકાશના ઉપરના સ્તરે 'સ્થગિતતા' આવે છે.

એટલે કે હવા વહેતી તો હોય, પણ સાવ નજીકના અંતરે. એટલે પ્રદુષણની માત્ર સતત વધતી જાય છે. દિલ્હીની સડકો પર ૭૫ લાખ વાહનો દોડી રહ્યાં છે અને એમાં દરરોજ ૧૨૦૦ નવા વાહનોનો પુરપાટ વેગે ઉમેરો થઈ રહ્યો છે. સ્થિતિ અહીં સુધી તો આવી છે, પણ હજુ આગળ વધવાની છે, કારણ કે આજ સુધીમાં જેને પોલ્યુશનું સોલ્યુશન કહેવાયએએવી ફોર્મ્યુલા કોઈએ રજૂ કરી નથી.
 

Keywords tantri,lekh,11,november,2017,

Post Comments