Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભાજપની કાશ્મીર નીતિ

ઈ.સ. ૨૦૦૨થી ૨૦૦૮ સુધી કોંગ્રેસના નેતૃત્વના યુપીએ ગઠબંધનમાં જોડાયેલી અને હવે ભાજપના નેતૃત્વના એનડીએના પલ્લામાં બેઠેલી જમ્મુ એન્ડ કાશ્મીર પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (ટૂંકમાં પીડીપી) અને તેના હાલના નેતા તથા મુખ્યમંત્રી મહેબુબા મુફતીએ પણ તમામ કાશ્મીરી નેતાઓની જેમ જેની સાથે જોડાણ કરે તેની પાસેથી એટલી બધી સ્વતંત્રતા અને સ્વચ્છંદતા મેળવેલી છે કે જેમ અગાઉ યુપીએને બદનામી મળી તેવી જ બદનામી હવે એનડીએને મળી રહી છે

. જેમાં ભાજપની વિશેષ જવાબદારી એટલે બને છે કે કાશ્મીરના તત્કાલીન સંજોગો (જે આજ કરતા તો સારા હતા) પર આ જ ભાજપે ધૂંઆધાર ભાષણો કરીને ચૂંટણી સભાઓમાં ગાજવીજ કરી હતી કે અમે સત્તા પર આવીશું તો પાકિસ્તાનને પાઠ ભણાવીશું. આજે દેશના તમામ નાગરિકોના જીવ કાશ્મીર પ્રશ્ને મુંઝાયેલા છે કારણ કે સતત ભારતીય જવાનોની શહાદત, અપમાન, ગૌરવહાનિ અને ભીષણ સંઘર્ષના વૃત્તાંતો જ કાશ્મીરમાંથી આવી રહ્યા છે.

જાનહાનિ ન થઈ હોય તેવા માત્ર અથડામણના તો અનેક વૃત્તાંતો પ્રજા સુધી પહોંચતા જ નથી. જાણે કે ન્યૂઝ બ્લેક આઉટ હોય! ઈ.સ. ૨૦૧૮ની શરૃઆતના આજ સુધીના તબક્કામાં જ કાશ્મીરમાં ૧૮ જિંદગીઓના બલિદાન લેવાયા છે જેમાં દસ ભારતીય સૈન્યના જવાનો છે અને આઠ નિર્દોષ ભારતીય નાગરિકો પણ છે. ઈ.સ. ૨૦૧૭માં તો પાકિસ્તાને સિઝ ફાયરનું પાલન જ કર્યું નથી અને છેલ્લા એક દાયકામાં સૌથી વધુ એ એક જ વર્ષમાં ગોળીબારો કર્યા છે. ગત વરસે કુલ ૩૫ બલિદાનોની ઘટનાઓ છે જેમાં ૧૯ સૈન્યના જવાનો, ૪ બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનો અને અન્ય નિર્દોષ નાગરિકો છે.

જમ્મુ અને કાશ્મીરની વિવાદાસ્પદ સરકારે છેલ્લા પંદર દિવસથી સરહદી ગામોને ખાલી કરાવ્યા છે. ભારત સરકારનો પાક સરહદે એવો તો પ્રભાવ નથી કે રાજ્યના કાંઠાળ વિસ્તારની વસાહતો શાંતિથી વસવાટ કરી શકે. સમગ્ર કાશ્મીરમાં સરહદ પારના આતંકવાદીઓને માટેની 'સહકારી' મંડળીઓ જુદા જુદા સ્વરૃપે અસ્તિત્વમાં આવી ગઈ છે.

પીડીપી સાથેની ભાજપની યુતિ સરકારે આજ સુધી કોઈએ ન કર્યું હોય એટલું કાશ્મીર પ્રશ્ને દેશને નુકસાન કર્યું છે. સૈન્ય પર પથ્થરમારો કરનારા પથ્થરબાજો સામેના કેસ સામુદાયિક રીતે મહેબુબા મુફતીએ પાછા ખેંચ્યા તેની સામે અખિલ ભારત હિન્દુ મહાસભાએ આંદોલનની શરૃઆત કરી છે. દેશભરમાં એ પગલા સામે દેખાવો થયા છે અને ભારતીય સૈન્યના અનેક વર્તમાન તથા નિવૃત્ત વરિષ્ઠ સૈન્યાધિકારીઓએ એ અભિગમની ઘોર નિંદા કરી છે.

મુફતી સરકારે તો એ કેસ પાછા ખેંચ્યા પછી એના દફતરના નાશનો પણ હુકમ કર્યો છે જેથી રેકોર્ડ પર રહેલા તમામ પથ્થરબાજ હુમલાખોરોના નામ અને ઓળખ ભુંસાઈ જાય. પીડીપીના ધારાસભ્યો સરેઆમ કહેવા લાગ્યા છે કે અમે પ્રથમ તો કાશ્મીરી જ છીએ. પીડીપીની ઈ.સ. ૧૯૯૮માં સ્થાપના થઈ ત્યારે અને આજે પણ એના ઓફિસિયલ તમામ દસ્તાવેજોમાં એના ધુ્રવમંત્ર તરીકે પ્રાદેશિકતાવાદ જ છે અને એની પક્ષે સ્પષ્ટતા કરી છે.

રાષ્ટ્રીયતાની વિભાવના સાથે પીડીપીને જાણે કે કોઈ સંબંધ નથી. દક્ષિણ ભારતમાં પણ પ્રાદેશિકતા વાદ છે એ જુદા પ્રકારનો છે. દક્ષિણને અખંડ ભારત અને ભારતીય સંસ્કૃતિ તથા સભ્યતા જાળવવી છે. કાશ્મીરનો જે પ્રાદેશિકતાવાદ છે તે સંપૂર્ણ અલગાવવાદની અડોઅડનો અને દેશની અખંડતા તથા એકતા માટે ઘાતક છે.

ભાજપ અને પીડીપી શરૃઆતમાં સામસામા ધુ્રવની વિચારધારાઓ ધરાવતા હતા. આજે પણ એ પ્રશ્ન તો ઊભો જ છે કે ભાજપે પોતાના પક્ષના સિદ્ધાન્તો સાથે બાંધછોડ- સમાધાન કરીને પીડીપી સાથે એક જ આસને બેસવાનું નક્કી કર્યું પણ હવે તો ભાજપ માત્ર પીડીપી સાથે બેસી રહેવા (બેસી જ રહે છે ને!) માટે રાષ્ટ્રીયતામાં પણ બાંધછોડ અને સમાધાન કરતો હોય એવું ચિત્ર સર્જાયું છે.

વાસ્તવિકતા એ છે કે દરરોજ સાંજ પડે છે અને રાજૌરી અને નૌશેરા સેક્ટરનું આકાશ પાકિસ્તાની ગોળીબારોથી ગાજી ઉઠે છે. સુંદરબાનીથી માનજાકોટે સુધીના સમગ્ર સરહદી વિસ્તારમાં એકધારા ગોળીબારો ચાલુ છે. ભારતીય સેના એનો જવાબ આપે છે પરંતુ સેનાને જે સ્વતંત્ર સત્તા હોવી જોઈએ તે ન હોવાથી વિશેષ શસ્ત્રોનો ઉપયોગ થતો નથી. પાકિસ્તાન આમ પણ આતંકવાદ દ્વારા ભારત સાથે એક જાહેર થયા વિનાનું યુદ્ધ ઘણા લાંબા સમયથી લડે છે.

મિસ્ટર ગુલામનબી આઝાદે હમણાં જ કહ્યું હતું કે છેલ્લા ત્રણ વરસથી પાકિસ્તાનના કાશ્મીરી સરહદે હુમલાઓ ચાલુ છે અને આટલા ચાર વરસના લાંબા સમયગાળામાં ભાજપ સરકાર કાશ્મીર અંગેની કોઈ પોલિસી તો ઘડી શકી નથી અને સતત સરહદી સંયોગોની ઉપેક્ષા કરી છે, જેના પરિણામો હવે સપાટી પર આવવા લાગ્યા છે. જમ્મુ અને કાશ્મીરના પ્રશ્નો માત્ર સરહદી નથી, આંતરિક પણ છે.

એનું નિયમન કરવા માટે જે કમાન્ડ અને બુદ્ધિમત્તા તથા પ્રબળ ઝંખના ભાજપ પાસે હોવી જોઈએ તે નથી. અને ભાજપના હાથમાં જ દેશનું સુકાન છે એ મોટી વિડંબના છે. સમગ્ર ભારતનો એક પણ નાગરિક કાશ્મીર અંગે રજમાત્ર સમાધાન કરવા તૈયાર નથી ત્યારે ભાજપ સતત સમાધાન પર સમાધાન કરે છે.
 

Keywords tantri,lekh,09,february,2018,

Post Comments