Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પડતર માંગણીઓ સાથે મહિલા દિને આંગણવાડીની મહિલાઓનું આવેદન

- પગાર વધારા સહિતની માંગ નહીં સંતોષાય તો આગામી તા. ૨૦મી પછી આંદોલનની ચિમકી

નવસારી,  તા. 8 માર્ચ, 2018, ગુરૂવાર

નવસારી જિલ્લા આંગણવાડી વર્કરો તથા હેલ્પરોના લાંબા સમયથી પડતર વિવિધ પ્રશ્નો અંગે આજે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી મહત્વનાં પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવા માંગણી કરી છે અને જો ઉકેલ ન આવે તો આગામી ૨૦મી માર્ચ પછી આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

નવસારી જિલ્લાના તમામ આંગણવાડી વર્કરો તથા હેલ્પરોનાં લાંબા સમયથી પગારવધારાની માંગ સહિતના વિવિધ પડતર પ્રશ્નોનો ઉકેલ આવ્યો નથી. વિશ્વ મહિલા દિવસની ઉજવણી ટાણે નવસારી જિલ્લાના આંગણવાડી વર્કરો અને હેલ્પરોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.  જેમાં તેમને આંગણવાડી વર્કરો અને હેલ્પરોના  પડતર પ્રશ્નોનો ઉકેલ તાકીદે લાવવા માંગણી કરી છે.

આવેદનમાં જણાવ્યા મુજબ જિલ્લાનાં  હાલના બજેટમાં ભથ્થામાં વધારો કરવામાં આવશે એવી આશા  હતી પરંતુ તેમાં પણ હતાશા મળી છે. કમસે કમ કેન્દ્રીય લઘુત્તમ વેતન મળી રહે તેટલો વધારો કરવા માંગણી કરી હતી. તેમજ આંગણવાડી વર્કરોનાં માનદ્ ભથ્થામાં વધારાની જાહેરાત ચૂંટણી ઢંઢેરામાં કરી હતી તેમજ માનદ ભથ્થા પ્રવીડંડ ફંડ, ઇ.એસ.આઇ., રૃ. ૩ હજાર પેન્શન, ગ્રેજ્યુઇટીના લાભો વધુમાં ૪૦ વરષથી માનદ સેવકને બદલે કાયમી કર્મચારી ગણવા અને લઘુત્તમ  વેતન રૃ. ૧૮ હજાર જાહેર કરવા જણાવ્યું હતું.

આ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા આંગણવાડીનું ખાનગીકરણ કરવા તથા કંપનીઓને સોંપવાની જાહેરાતો થઇ રહી છે. જેનો સખ્ત વિરોધ દર્શાવી ખાનગીકરણ થવાથી કુપોષણની કામગીરી ઉપર ગંભીર અસર થશે તેમ જણાવ્યું છે. સરકાર આંગણવાડી વર્કરો તથા  હેલ્પરોના પ્રશ્નો અંગે તાકીદે બેઠક યોજી પ્રશ્નો ઉકેલ લાવે તેવી માંગણી કરી છે. જો તેમ ન થાય તો તા. ૨૦મી માર્ચ પછી આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

Post Comments