Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

નીતિન પટેલની હાજરીવાળા સ્ટેજ પર અપક્ષ નગરસેવિકાએ બંગડી ફેંકી

-વલસાડમાં પાલિકા પ્રમુખ સહિત બધા ચોર છે એમ કહી

-કાર્યક્રમમાં અચાનક ઉભા થઈ ઉર્વશી પટેલે સૂત્રોચ્ચાર કરતા પોલીસે અટકાયત કરી

વલસાડ,તા.19 જુન 2017, સોમવાર

વલસાડ ખાતે આજરોજ પાલિકા હસ્તકની હોસ્પિટલનું લોકાર્પણ અને વિવિધ વિકાસના કામોના ખાતમુર્હુત કરવા આવેલા ના. મુખ્યમંત્રીના કાર્યક્રમ દરમિયાન પાલિકાના અપક્ષ મહિલા સભ્યએ પાલિકા પ્રમુખ ચોર છે, ચીફ ઓફિસર ચોર છે અને ઈજનેર ચોર છે  એવા  સૂત્રોચ્ચાર કરી બંગડી ફેંકી ધાંધલ ધમાલ મચાવી દીધી હતી. જો કે મહિલા પોલીસે તુરંત જ મહિલા સભ્યની અટકાયત કરી લીધી હતી.

વલસાડ ખાતે આજરોજ પાલિકા હસ્તકની ૧૦૦ બેડની હોસ્પિટલનું લોકાર્પણ અને અન્ય કામોની ખાતમુર્હુત વિધિનો કાર્યક્રમ રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન પાલિકાના વોર્ડ નંબર રના અપક્ષ મહિલા સભ્ય ઉર્વશી પટેલ અચાનક બેઠક પરથી ઉભા થયા બાદ પાલિકા પ્રમુખ સોનલ સોલંકી ચોર છે, ચીફ ઓફિસર ચોર છે, ઈજનેર ચોર છે અને બધા જ ચોર છે એવા સૂત્રોચ્ચાર કરી હોબાળો મચાવી દીધો હતો. કાર્યક્રમમાં ઉર્વશી પટેલે સૂત્રોચ્ચાર કરી ધાંધલ ધમાલ મચાવી દેતા નજીકમાં જ ઉભેલી મહિલા પોલીસે તેની અટકાયત કરી કાર્યક્રમમાંથી બહાર લઈ જઈ પોલીસ મથકે લઈ જવાયા હતા.

સરકારી કાર્યક્રમમાં પાટીદારોની બીકને કારણે અગાઉથી પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવાતો હતો. તેમ આજે વહીવટી તંત્રને કાર્યક્રમમાં સભ્યો દ્વારા સંભવિત વિરોધને ખાળવા કાર્યક્રમ અગાઉ જ સભ્યોની આસપાસ પોલીસ મુકી દીધી હતી. મહિલા સભ્ય દ્વારા હોબાળો મચાવી દેવાતા નાયબ મુખ્યમંત્રી પણ એક ક્ષણે સ્તબ્ધ બની ગયા હતા. ઉર્વશી પટેલે પોતાના હાથમાં પહેરેલી બંગળી ઉતારી સ્ટેજ પર ફેંકી આક્રોશ ઠાલવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે,  સભ્ય ઉર્વશી પટેલે પાલિકાના ભ્રષ્ટાચાર અંગે અગાઉની સામાન્ય સભામાં ભારે હોબાળો મચાવ્યો હતો. કોઈ કાર્યવાહી નહીં થતાં આજે નાયબ મુખ્યમંત્રીના કાર્યક્રમમાં હોબાળો મચાવ્યો હોવાનું લાગી રહ્યું છે.

Post Comments