Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

નાનાપોંઢામાં તરૃણીનું અપહરણ કરી બે યુવાનોએ બળાત્કાર ગુજાર્યો

- કોમ્પ્યુટર ક્લાસનું ફોર્મ ભરીને જતી તરૃણીને મોં પર રૃમાલ બાંધી આવેલા

- બે યુવાનો બળજબરીથી બાઇક બેસાડી ઝાડીમાં લઇ ગયા

વલસાડ,  તા. 9 ફેબ્રુઆરી 2018, શુક્રવાર

કપરાડા તાલુકાના નાનાપોંઢા ગામમાં બાઇક પર સવાર બે યુવાનોએ ધોળા દિવસે એક તરૃણીનું અપહરણ કરી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. મોઢા પર રુમાલ બાંધીને આવેલા બે યુવાનોએ તરૃણીને બળબજરીથી બાઇક પર બેસાડી દીધી હતી અને ઝાડીમાં લઇ જઇ હવસ સંતોષી હતી. જાહેરમાં અપહરણ અને બળાત્કારની ઘટના બાદ ગ્રામ્ય પંથકમાં કાયદો અને વ્યવસ્થા સામે મોટો પ્રશ્ન ઉભો થયો છે.

નાનાપોંઢા ગામમાં રહેતી ૧૫ વર્ષિય તરૃણી સ્કૂલ બાદ બપોરે એક કોમ્પ્યુટર ક્લાસમાં ફોર્મ ભરી પોતાના ઘરે પરત જઇ રહી હતી. ત્યારે એને.આર.રાઉત હાઇસ્કૂલ રોડ પર પલ્સર બાઇક પર મોઢા પર રૃમાલ બાંધીને બે યુવાનો આવ્યા અને તેને બાઇક પર બેસવા જણાવ્યું હતુ, પરંતુ તરૃણી બાઇક પર નહીં બેસતાં યુવાનોએ તેને બળજબરીથી બાઇક પર બેસાડી દીધી હતી. ત્યારબાદ આ યુવાનો તેને પાનસ રોડ તરફ લઇ ગયા અને ઝાડીમાં બાઇક ઉભી રાખી તેને ત્યાં ઉતારી હતી. બાદમાં તરૃણીના મોઢા પર ઓઢણી બાંધી દઇ એક પછી એક બંને યુવાનોએ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.

બંને યુવાનોએ હવસ સંતોષી લીધા બાદ ફરીથી તરૃણીને બાઇક પર બેસાડી નાનાપોંઢા સરકારી દવાખાના પાછળના રોડ પર ઉતારી ફરાર થઇ ગયા હતા. આ ઘટના બાદ તરૃણીએ તેની આપવીતી પોતાની સખી અને પછી પરિવાજનોને જણાવી હતી. પરિવારજનોના પગ નીચેથી જાણે ધરતી ખસી ગઇ હતી. પરિવારજનો સાથે તરૃણીએ નાનાપોંઢા પોલીસ મથકમાં ઘટના સંદર્ભે ફરિયાદ નોંધાવી હતી.

બંને યુવાનો જાણીતા હોવાની સંભાવના
તરૃણીનું અપહરણ-બળાત્કાર કેસમાં સામેલ યુવાનો ગુજરાતી બોલતા હતા અને યુવતિ ક્યાંથી ક્યાં જાય છે? તેની જાણકારી રાખતા હતા. આ સિવાય યુવાનોએ તરૃણીને આ વાતની જાણ કોઇને કરશે તો તેના ભાઇને મારવાની ધમકી આપી હતી. જેને લઇ તરૃણીને તેઓ ઓળખતા હોવાનું પણ પ્રસ્થાપિત થયું હતુ. જેના કારણે કોઇ જાણભેદુએ જ આ કૃત્ય કર્યું હોવાનું લાગી રહ્યું છે.

Post Comments