Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સ્મીમેરમાં સ્ટ્રેચર પરથી બે દર્દીઓ ગાયબ થતાં દોડધામ મચી ગઇ

- જો કે, બંને દર્દીઓ બાદમાં સ્મીમેર કેમ્પસમાંથી જ મળ્યા

- અગાઉ એક દર્દીને કારની ડીકીમાં મુકી હાઇવે પર ફેંકી દેવાયો હતો

સુરત, તા.9 ફેબ્રુઆરી 2018, શુક્રવાર

મહાનગરપાલિકાની સ્મીમેર હોસ્પિટલમાં તબીબ દ્વારા સવા વર્ષ અગાઉ દર્દીને કારની ડીકીમાં નાંખી રોડ પર ફેંકી દેવાની ઘટનાએ ભારે ચકચાર મચાવી હતી. ત્યારે ફરીવાર સ્મીમેર હોસ્પિટલમાં સારવાર માટે લવાયેલા બે દર્દીઓ અચાનક  ગાયબ થઇ જતાં એ ઘટનાની યાદ તાજી થઇ હતી. જો કે, બાદમાં વારાફરતી બંને દર્દીઓ સ્મીમેર કેમ્પસમાંથી જ મળી આવ્યા હતા. તબિયત ખરાબ હોવા છતાં ગાયબ થવા અંગે અનેક શંકાઓ ઉભી થઇ છે.

સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ કડોદરામાં વરેલી ગાર્ડન પાસે રહેતો ૨૦ વર્ષીય રાહુલ ઝા આજે સવારે કડોદરા રોડ ઐશ્વરીયા મિલ પાસે પગપાળા જઇ રહ્યો હતો ત્યારે કોઇ વાહને ટક્કર મારતા ૧૦૮ સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો. તાત્કાલિક સારવાર વિભાગમાં ૧૦૮ના કર્મચારી દર્દીનો કેસ પેપર કઢાવીને સ્ટ્રેચર પર સુવડાવેલા રાહુલ પાસે ગયા ત્યારે અચાનક સ્ટ્રેચર પર દર્દી નહીં દેખાતા ૧૦૮ના કર્મચારીએ ત્યાંના કર્મચારીને આ અંગે પૂછતા સ્મીમેરના કર્મચારીએ જવાબ આપ્યો નહીં.

થોડા સમય પછી ઇજાગ્રસ્ત રાહુલ સ્મીમેર હોસ્પિટલના વી.આઇ.પી. ગેટ પાસે કણસતી હાલતમાં પડેલો હતો. તે સમયે ત્યાંથી પસાર થતા વરિષ્ઠ તબીબની નજર તેના પર પડી હતી અને કર્મચારીઓને સૂચના આપતા તેને સારવાર માટે દાખલ કરાયો હતો.

બીજા બનાવમાં હરિયાણામાં રહેતા કિશન અગ્રવાલ (ઉ.વ. ૫૩) ગતરાતે સુરત રેલવે સ્ટેશન પર બિમાર હાલતમાં હતા. તેની સાથે કોઇ ન હતું. તેને ૧૦૮માં સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા. તબીબે સુરત રેલવે પોલીસને પણ જાણ કરી હતી. અહીં પણ કેસ પેપર કાઢીને આવેલા ૧૦૮ના કર્મચારીએ જોયું કે સ્ટ્રેચર પર કિશન ન હતો. સ્મીમેરમાં કર્મચારીને પૂછતા કર્મચારીએ કહ્યું કે, દર્દી જતું રહ્યું. બાદમાં આજે સવારે સ્મીમેર હોસ્પિટલમાં એમ.એલ.સી. કાઉન્ટર નજીક બાંકડા પરથી તે મળી આવ્યો હતો. તેને સારવાર અપાયા બાદ તેને રજા આપવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

સ્મીમેરમાં સારવાર માટે લવાયેલા બે દર્દીઓ ૧૦૮ સ્ટ્રેચર પર અચાનક ગાયબ થઇ ગયા તે અંગે સ્મીમેરના અમુક કર્મચારીઓ સામે શંકા-કુશંકા સેવાઇ રહી છે. સવા વર્ષ અગાઉ રેલવે સ્ટેશન ઉપરથી ઇજાગ્રસ્ત મળેલ એક અજાણ્યા વ્યક્તિને ૧૦૮ એમ્બ્યુલન્સમાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો. બીજા દિવસે આ દર્દીને સ્મીમેરના રેસીડન્ટ ડોકટરો કારની ડીકીમાં નાંખી નિયોલ પાટીયા નજીક ફેંકી આવ્યા હતા. બાદમાં તે દર્દીને ૧૦૮માં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લાવ્યા હતા.

સ્મીમેર હોસ્પિટલના તબીબ સૂત્રોએ કહ્યું કે, કદાચ એ દર્દીઓ ચાલવાની કન્ડીશનમાં હોઇ શકે. આ બંને બનાવમાં ખરેખર શું થયું હતું? તેની તપાસ થશે.

Post Comments