Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કાપડબજારમાં છેતરપિંડીની બે ઘટનામાં રૃ.૬૪.૯૨ લાખની ઠગાઈ

- પિતા-પુત્રોએ વિવર, કાપડ વેપારી પાસે માલ ઉધાર રૃા. ૮.૭૦ લાખ લીધા બાદ ઉલાળીયો

તા.9 ફેબ્રુઆરી 2018, શુક્રવાર

કાપડબજારમાં  છેતરપિંડીની બે ઘટનામાં પિતા-પુત્રોે વિવર અને કાપડ વેપારી સાથે રૃ. ૬૪.૯૨ લાખની ઠગાઈ આચરી હતી.

પોલીસસૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ, મૂળ ભાવનગરના વતની અને સુરતમાં મોટા વરાછા વાલકેશ્વર રોહાઉસ બંગલા નં. ૨૯ માં રહેતા વિવર જશમતભાઈ નારણભાઈ જસાણી પાસેથી રીંગરોડ કોહીનુર ટેક્ષટાઈલ માર્કેટની સામે ઉમિયા નિવાસમાં દુકાન ધરાવતા પ્રકાશભાઈ શાંતિલાલ કાપડીયા અને તેમના બે પુત્રો ઝુબીન-પૂજન (ત્રણેય રહે. બી-૨-૧૦૦૪, નંદિની-૨, ફલોરેન્સ એપાર્ટમેન્ટની બાજુમાં, વેસુ, સુરત) એ રૃા. ૪૩,૬૮,૬૨૭ ની કિંમતનું ગ્રે કાપડ ખરીદ્યું હતું. પિતા-પુત્રોએ પેમેન્ટ પેટે આપેલા ચેકો રીટર્ન થતાં આખરે જશમતભાઈએ પિતા-પુત્રો વિરૃધ્ધ સલાબતપુરા પોલીસમથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

છેતરપિંડીની બીજી ઘટનામાં વેસુ એલ.પી. સવાણી સ્કુલની પાસે મણીભદ્ર હાઈટસ એ-૬૦૪ માં રહેતા કાપડ વેપારી કાંતિલાલ ધીંગરમલ સુરાનાએ દોઢ વર્ષ અગાઉ પુણા રઘુવીર ટેક્ષટાઈલ મોલમાં વીર પ્રભુ ફેશનના નામે કાપડનો વેપાર શરૃ કરનાર સંબંધી શાંતિલાલ ભંવરલાલ ગોલેચ્છા (રહે. ૨૦૪, શુભમ એવન્યુ, આઈ માતા રોડ, ડી.આર. વર્લ્ડની સામે, પૂણા, સુરત) અને તેમના બે પુત્રો રોહિત-મોહિતને વેપાર માટે લોન પેટે રોકડા રૃા. ૮.૭૦ લાખ આપ્યા હતા.

પિતા-પુત્રોએ કાંતિલાલ પાસેથી રૃા. ૧૩,૪૩,૨૮૨ નું કાપડ ખરીદી પેમેન્ટ પેટે માત્ર રૃ. ૯૦,૦૦૦ આપ્યા હતા. જ્યારે બાકીની રકમ માટે વાયદા કરી રોહિતને દુકાન બંધ કરી ભગાવી મૂક્યો હતો. કાપડના પેમેન્ટના રૃા. ૧૨,૫૩,૨૮૨ અને ઉછીના આપેલા રૃ. ૮.૭૦ લાખ મળી કુલ રૃ. ૨૧,૨૩,૨૮૨ નહીં આપનાર પિતા-પુત્રો વિરૃધ્ધ કાંતિલાલ સુરાનાએ ગતરોજ પુણા પોલીસમથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પીએસઆઈ આર.એચ. મારૃએ વધુ તપાસ હાથ ધરી છે.

Post Comments