Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વાપી-ઉધના સ્ટેશને ટ્રેન રોકવા પ્રયાસ હાઇવે-સિટીમાં ચક્કાજામ કરાયો

-મહારાષ્ટ્રમાં હિંસાના પડઘા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં પડયા

-દલિત સમુદાય રેલવે ટ્રેક પર ઉતરી પડયોઃ વાપી જીઆઇડીસી ચાર રસ્તે ટાયર સળગાવાયાઃ સુરત સિટીમાં રીંગરોડ,

સુરત,વાપી,નવસારી, તા.3 જાન્યુઆરી 2018,બુધવાર

મહારાષ્ટ્રમાં શૌર્ય દિવસની ઉજવણીમાં દલિતો પર થયેલા પથ્થરમારાની ઘટનાના આજે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં પણ પડઘા પડયા હતા. 

વાપી અને ઉધના સ્ટેશને દલિત સમુદાયે રેલવે ટ્રેક પર ઉતરીને ટ્રેન રોકવા પ્રયાસ કર્યા હતા. વાપી જીઆઇડીસી ચાર રસ્તા પર ટાયરો સળગાવી વાહન વ્યવહાર અટકાવાયો હતો અને સુરત સિટીમાં ચક્કાજામ કરાયો હતો. નવસારીમાં રેલી કાઢીને આવેદનપત્ર અપાયું હતું.

મહારાષ્ટ્રના પૂણે નજીક કોરેગાંવમાં શૌર્ય દિનની ઉજવણી દરમિયાન દલિતો અને મરાઠી જુથ વચ્ચે થયેલા ધિંગાણામાં એક વ્યક્તિના મોત બાદ હિંસાની ઘટનાના પડઘા ગુજરાતમાં પણ પડયા છે. દલિતો પર થયેલા અત્યાચારને મુદ્દે આજે રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયાના કાર્યકર્તાઓ દ્વારા વાપી જીઆઈડીસી ચાર રસ્તા પર પીકઅવર્સ દરમિયાન ટાયર સળગાવતા ટ્રાફિક વ્યવહાર ખોરવાયો હતો.

બાદમાં રેલી સ્વરૃપે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાં ઓવરબ્રીજ પર જ પોલીસે તેઓને અટકાવતાં પોલીસને ચકમો આપી પ્લેટફોર્મ નં.૨ પરથી નીચે ઉતરી ગયા હતા. જ્યાં રેલવે ટ્રેક પર પહોંચી બહુજનો પરનો અત્યાચાર બંધ કરો, જાતિવાદથી આઝાદી આપોના નારા સાથે પથ્થરમારો કરનારા જવાબદારો સામે કડક હાથે કાર્યવાહીની માંગ કરી હતી.

આરપીએફ અને જીઆરપીએફની સમજાવટ બાદ વિરોધ પ્રદર્શન અટકયું હતું. જોકે, તેમની માંગણી અંગે ત્વરીત કાર્યવાહી નહી થાય તો વાપી બંધના એલાન સાથે આશ્વર્જનક કાર્યક્રમની ચીમકી અપાઇ છે.

દરમિયાન સુરતના ઉધના રેલવે સ્ટેશને પણ દલિત સમુદાયના ટોળા નારેબાજી કરીને ઉતરી પડયા હતા અને ટ્રેન રોકવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે રીંગરોડ પર જમીન પર બેસી જઇને ચક્કાજામ કરાતા કલાકો સુધી ટ્રાફિક ખોરવાયો હતો.

ઉધના ત્રણ રસ્તા પાસે પણ ચક્કાજામ કરાયા બાદ રોડ પર આવેલા ભાજપ કાર્યાલયનો ઘેરાવ કરવાનો પ્રયાસ કરાયો હતો. જોકે, પોલીસે તે નિષ્ફળ બનાવતા ટોળું રીંગરોડ પર ડો.બાબાસાહેબની પ્રતિમા પાસે પહોંચ્યું હતું અને અત્યાચાર મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

બીજી તરફ નવસારીમાં નવસારી અનુસૂચિત જાતિ સમાજ દ્વારા મહારાષ્ટ્રના ભીમા-કોરેગાંવ ખાતે થયેલી જાતીય હિંસાના વિરોધમાં રેલી કાઢીને કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં શૌર્યદિનની ઉજવણીની રેલીમાં થયેલી હિંસાની તપાસ સીબીઆઈ દ્વારા કરાવવામાં આવે તેમજ જાતિગત અત્યાચાર બંધ કરાવવાની માંગણી કરવામાં આવી હતી.

Post Comments