Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રાજપીપળામાં આજથી શરૂ થયું આદિવાસી સંમ્મેલન

- આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરવા યોજાયું સંમ્મેલન

- આ સંમ્મેલનમાં ભાગ લેવા અને નિહાળવા દેશભરના આદિવાસી સમાજના લોકો આવશે

રાજપીપળા, તા. 13 જાન્યુઆરી 2018, શનિવાર

આજે રાજપીપળા નજીક જીતનગર ખાતે 25માં આદિવાસી સંસ્કૃતિ સંમ્મેલનનો દબદબાભેર પ્રારંભ થયો છે. આજે સવારે આદિવાસી પ્રદર્શન અને આદિવાસી સાહિત્ય સંમ્મેલન યોજાયું હતું. તેમજ ગઇકાલે રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો હતો.

આ સંમ્મેલનમાં આજે આદિવાસી મહિલાઓ દ્વારા અત્યાચાર અને સમાજના રીવાજો અંગે મુક્ત ચિંતન કરવામાં આવ્યું હતું. જ્યારે આદિવાસી સંસ્કૃતિને જીવંત રાખતો પહેરવેશ અને આદિવાસીઓની વર્ષાપૂજા પરંપરા, ઘંટીઓ, વાજીંત્રો, તીરકામઠા અને આદિવાસી ખોરાક સહિતનુ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ પ્રદર્શનનો લ્હાવો સમગ્ર દિવસ દરમિયાન આદિવાસી સમાજ અને અન્ય સમાજે લીધો હતો.

જ્યારે આવતી કાલે 14 જાન્યુઆરીના રોજ સવારે મહારેલીનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ સંમ્મેલનમાં આજે ઇન્ડોનેશીયા, ગુજરાત, મહારાષ્ટ્ર, છતીસગઢ, મધ્યપ્રદેશ સહિત દેશભરમાંથી આદિવાસી સમાજના લોકો પોતાની આ સંસ્કૃતિ રજૂ કરવા તેમજ નિહાળવા ઉમટી પડ્યા હતા.

આ સંમ્મેલનના પગલે જિલ્લા વહીવટ તંત્ર દ્વારા સભાસ્થળ ખાતે આરોગ્યલક્ષી સુવિધા અને વીજપુરવઠો સહિત કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.


લેટેસ્ટ સમાચારોની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઇક કરો તથા ટ્વિટર પર ફોલો કરો

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

Post Comments