Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગુજરાતથી મહારાષ્ટ્ર જતાં પ્રવાસીઓને સાપુતારામાં જ ઉતારી દેવાતા રઝળ્યા

-મુસાફરોને સપરિવાર ઉતારી દેવાતા કફોડી સ્થિતિમાં મુકાયા

વાંસદા, તા.3 જાન્યુઆરી 2018,બુધવાર

મહારાષ્ટ્રમાં દલીત-મરાઠા વચ્ચે ફાટી નિકળેલી હિંસાની આગથી ગુજરાત-મહારાષ્ટ્ર આંતરરાજ્ય બસ સેવા સંપૂર્ણપણે ઠપ્પ થઈ જતાં હજ્જારો મુસાફરો રઝળી પડયા હતા.

મળતી માહિતી અનુસાર મહારાષ્ટ્રમાં દલીત-મરાઠા મુદ્દે ફાટી નિકળેલી હિંસાની આગ ગુજરાતમાં પણ ઘેરા પ્રત્યાઘાતો પડયા હતા. ખાસ કરી મહારાષ્ટ્રને જોડતી આંતર રાજ્ય બસ સેવા સંપર્ણપણે ઠપ્પ થઈ જતાં મુસાફરો અટવાયા હતા. જેમાં ખાનગી વાહનો પણ ન મળતા ગુજરાતથી મહારાષ્ટ્ર જતાં મુસાફરોને સાપુતારા સુધી જ ઉતારી દેતાં સહકુટુંબ સાથે મુસાફરોની ભારે કફોડી સ્થિતિ સર્જાઈ હતી.

સાપુતારાથી મહારાષ્ટ્ર રાજ્યને જોડતી આ માર્ગ સતત વાહન વ્યવહારથી ધમધમતો હોય છે. પરંતુ છેલ્લા બે દિવસથી હિંસાને પગલે ગુજરાત એસ.ટી. નિગમમાં સત્તાધીશો દ્વારા એસ.ટી. વિભાગની સુરક્ષા માટે સાપુતારા સુધી જ બસો અટકાવી દેવા ફરજ પડી હતી.

ગુજરાતથી દરરોજ પાટણ, ચાણસ્મા, અમદાવાદ, રાજકોટ, જામનગર, હિંમતનગર, ગોધરા, વડોદરા, ભૂજ, સુરતથી નાસિક, શિર્ડીને જોડતી બસ સેવા બંધ રહેતા મુસાફરોને હાલાકી વેઠવી પડી હતી.

સાપુતારાથી મહારાષ્ટ્રને જોડતી એસ.ટી. બસ સેવા બંધ રહેવાના પગલે સાપુતારાનાં પ્રવાસીઓની સંખ્યામાં આંશિક ઘટાડો જોવા મળ્યો હતો. બુધવારે મોડીસાંજ સુધી પણ બસ સેવા બંધ જ રહેવા પામી હતી.

Post Comments