Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

દુબઇ ટુરના નામે અમદાવાદના પ્રતિક ટ્રાવેલ્સ સંચાલકોની ઠગાઇ

- નવસારીના એડવોકેટ પ્રકાશ દવેએ પ્રતિક રાવળ અને નિરવ ભટ્ટ પાસે ટિકિટ બુક કરાવેલી

- બંને ઓફિસને તાળા મારી છૂ

નવસારી, શુક્રવાર તા. 10 નવેમ્બર 2017
નવસારીમાં શાંતાદેવી ખાતે રહેતા એડવોકેટનો પરિવારને દુબઇ ટુર ઉપર મોકલવાના બહાને અમદાવાદના પ્રતિક ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનાં સંચાલક અને તેના ભાગીદારે  રૃ।. ૨ લાખ પડાવી લીધા બાદ ઓફિસને ખંભાતી તાળા મારી રફુચક્કર થઇ જતાં મામલો પોલીસમાં પહોંચ્યો છે.

નવસારીમાં શાંતાદેવી રોડ નંદ કોમ્પલેક્ષમાં રહેતા પ્રકાશભાઇ મુળશંકર દવે (ઉ.વ.૫૨) નવસારી ખાતે ઇન્કમટેક્સ સંબંધી એડવોકેટ તરીકેનું કામ કરે છે. પ્રકાશભાઇએ તા.૫-૧૦-૧૭ના રોજ તેમના સંબંધીના જાણીતા એવા અમદાવાદ ખાતે હરિસિધૃધ ચેમ્બર્સ, ઇન્કમટેક્સ ક્રોસ રોડ, આશ્રમરોડ ખાતે આવેલ પ્રતિક ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના નામે ધંધો કરતા પ્રતિકભાઇ રાવળ અને તેમના ભાગીદાર નિરવ ભટ્ટ (રહે. અમદાવાદ, શ્રીજી રોડ, ગોલ્ડન ચોક) પાસે પોતાના પરિવાર સાથે વિદેશ દુબઇ ફરવા જવા માટે ચાર ટીકીટ બુક કરાવી હતી. દિવાળી વેકેશનમાં પાંચ રાત્રિ અને દિવસ દુબઇ ટુર માટે બુકીંગ કરાવી તે પેટે પ્રકાશભાઇ દવેએ ધ ટ્રાવેલ વે નામના બેંક એકાઉન્ટમાં રૃા.૨ લાખનો ચેક જમા કરાવી દીધા હતા.

પૈસા ચૂકવ્યા બાદ દિવસો નજીક આવતા પ્રકાશભાઇએ પ્રતિક રાવળ પાસે ટીકીટ કન્ફર્મેશન માંગતા પ્રતિક અને નિરવનાં મોબાઇલ સ્વીચ ઓફ આવતા હતા. આથી તેમણે અમદાવાદ ખાતે આવેલી પ્રતિક ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની ઓફિસે તપાસ કરતાં ઓફિસને ખંભાતી તાળા લાગેલા જોવા મળ્યા હતા. આમ પ્રકાશભાઇ સાથે છેતરપિંડી-વિશ્વાસઘાત થયાનું જણાયું હતું. આ બનાવ અંગે નવસારી ટાઉન પોલીસમાં  પ્રકાશભાઇ ફરાર થઇ ગયેલા પ્રતિક રાવળ અને નિરવ ભટ્ટ વિરૃદ્ધ ફરિયાદ નોંધાવતા છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ પી.એસ.આઇ. વી.ઝેડ. મહિરે  કરી રહ્યાં છે.

Post Comments