Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આજે સવારે ૮થી સાંજે ૬ વાગ્યા સુધી ૮ કિલોમીટરની ઝડપે પવન ફુંકાશે

- પતંગરસીયાઓને મજા પડે તેવી આગાહી

- બપોરે પવનની ગતિ વધીને ૧૦ કિ.મી પ્રતિકલાક રહેશે: જોકે, એક દિવસ પહેલા શનિવારે વાદળીયા વાતાવરણથી  ચિંતા: વરસાદની શક્યતા નથી

(પ્રતિનિધિ દ્વારા) સુરત, 13 જાન્યુઆરી 2018, શનિવાર

સુરત શહેરમાં પતંગ રસિયાઓને પતંગ ચગાવવાની મજા પડે તેવો પવન સવારે આઠ વાગ્યા થી લઇને સાંજના છ વાગ્યા સુધી કલાકના ૮ કિ.મીની ઝડપે પવન ફુકાવવાની આગાહી થઇ છે. જેમાં બપોરે પવનની ગતિ વધવાની શકયતાઓ હોવાથી વધુ મજા પડશે. દરમિયાન ઉતરાયણના એક દિવસ અગાઉ શહેરના હવામાનમાં આવેલા ફેરફારના પગલે પતંગ રસિયાઓ વાદળીયા હવામાન જોઇને ચિંતિત થઇ ઉઠયા હતા. જો કે વરસાદ પડવાની કોઇ શકયતા નથી.

આવતીકાલ રવિવારને ઉતરાયણ હોવાથી શહેરીજનો સવાર થી જ ટેરેસ કે ધાબા પર જઇને પતંગ ચગાવવા માંડશે.જો કે પતંગ ચગાવવાની ત્યારે જ મજા આવશે. જયારે આકાશમાં પવન વાતા હશે. અને હવામાન વિભાગની આગાહી મુજબ રવિવારે આખો ઉતર અને ઇશાન ખૂણાથી તેમજ પૂર્વ દિશા તરફના પવન ફુંકાશે.સવારે આઠ વાગ્યે પવન દેવતાનું આગમન થશે.અને આખો દિવસ સાંજ છ વાગ્યા સુધી આઠ કિ.મીની ઝડપે પવન ફુંકાશે. જયારે બપોરના બે કલાક પવનની ગતિ વધીને ૧૦ કિ.મીની સુધીની રહેશે. આમ પતગ રસિયાઓને મજા પડે તેવો પવન ફુંકાશે.

જોકે, આજે શનિવારે વાદળીયા હવામાનને કારણે પતંગરસીયાઓ વરસાદ પડશે તેવી ચિંતામાં મુકાયા  હતા. હવામાન કચેરીના પ્રવકતાના જણાવ્યા મુજબ આજે સુરતનું અધિકતમ તાપમાન ૩૧.૪ ડિગ્રી, લઘુતમ તાપમાન ૨૨.૮ ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ ૪૫ ટકા, હવાનું દબાણ ૧૦૧૧.૫ મિલીબાર અને ઉતર-પૂર્વ દિશામાંથી કલાકના ૩ કિ.મીની ઝડપે પવન ફુંકાયા હતા.આજે શહેરના હવામાનમાં ફેરફાર નોંધાયા હતા.આકાશ માં ચારે તરફ વાદળો ધેરાઇ જવાની સાથે વરસાદ પડુ પડુ થતા પતંગ રસિયાઓ ચિંતિત થઇ ઉઠયા હતા. જો કે હવામાન અધિકારીના જણાવ્યા મુજબ હાલમાં એક લો પ્રેશર સિસ્ટમ બની છે. અને જેના કારણે આવુ હવામાન બન્યુ છે. જો કે આવા હવામાનના કારણે ઉતરાયણના દિવસે વરસાદ પડવાની કોઇ શકયતા નથી.

ઉતરાયણના એક દિવસ પહેલા શહેરના વાદળીયુ હવામાન રચાતા પતંગ રસિયાઓ ચિંતિત

( પ્રતિનિધિ દ્વારા) સુરત,13 જાન્યુઆરી 2018, શનિવાર

ઉતરાયણના એક દિવસ અગાઉ શહેરના હવામાનમાં આવેલા ફેરફારના પગલે પતંગ રસિયાઓ વાદળીયા હવામાન જોઇને ચિંતિત થઇ ઉઠયા હતા.જો કે વરસાદ પડવાની કોઇ શકયતા નથી.

હવામાન કચેરીના પ્રવકતાના જણાવ્યા મુજબ આજે સુરતનું અધિકતમ તાપમાન ૩૧.૪ ડિગ્રી, લઘુતમ તાપમાન ૨૨.૮ ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ ૪૫ ટકા, હવાનું દબાણ ૧૦૧૧.૫ મિલીબાર અને ઉતર-પૂર્વ દિશામાંથી કલાકના ૩ કિ.મીની ઝડપે પવન ફુંકાયા હતા.આજે શહેરના હવામાનમાં ફેરફાર નોંધાયા હતા.આકાશ માં ચારે તરફ વાદળો ધેરાઇ જવાની સાથે વરસાદ પડુ પડુ થતા પતંગ રસિયાઓ ચિંતિત થઇ ઉઠયા હતા. જો કે હવામાન અધિકારીના જણાવ્યા મુજબ હાલમાં એક લો પ્રેશર સિસ્ટમ બની છે. અને જેના કારણે આવુ હવામાન બન્યુ છે. જો કે આવા હવામાનના કારણે ઉતરાયણના દિવસે વરસાદ પડવાની કોઇ શકયતા નથી.

Post Comments