Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઇન્ક્મટેક્સ વિભાગને મુખ્ય પ્રમોટર્સ કુંભાણી તથા દિવ્યેશ દરજીની તલાશ

- બિટકોઈનના બ્રોકર્સના નિવેદનો લીધા બાદ પણ

- બંને પ્રમોટર ઓફસરોના હાથમાં આવ્યા બાદ ક્રિપ્ટો કોઇનના ખરીદ-વેચાણ અંગેનું ચિત્ર સ્પષ્ટ થશે

(પ્રતિનિધિ દ્વારા)     સુરત, તા. 8 માર્ચ, 2018, ગુરૂવાર

સુરત આયકર વિભાગ દ્વારા સુરત-દક્ષિણ ગુજરાતના કુલ ૧૦ બીટ કોઈન બ્રોકર્સના ધંધાકીય સ્થળો પરથી કબજે કરેલા ડેટા તથા ૧૦ મોબાઈલનું વેરીફિકેશનના આધારે  ઈન્વેસ્ટર્સના ડેટા મળી રહ્યા છે.જો કે સુરતના બીટકોઈન બ્રોકર્સના નિવેદનો લેવા છતાં  સુરતના ઈન્વેસ્ટર્સના બીટ કોઈનની લે-વેચના વ્યવહારો અંગે વિદેશ ભાગી ગયેલા સુરતના  બીટકોઈનના  મુખ્ય પ્રમોટર્સ કુંભાણી તથા દિવ્યેશ દરજીની આયકર વિભાગને તલાશ છે.

સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવા ઈન્વેસ્ટર્સને લલચાવનાર  બીટકોઈનના મુખ્ય પ્રમોટર્સ તથા બ્રોકર મનાતા કુંભાણી તથા દિવ્યેશ દરજી હજુ આયકર વિભાગના રડારની બહાર છે. સુરત આયકર વિભાગની  ઈન્વેસ્ટીગેશન વિંગે સુરત-દક્ષિણ ગુજરાતના કુલ ૧૦ બીટ કાઈન બ્રોકર્સના ધંધાકીય સ્થળો પર રેડ કરતા પહેલાં જ બ્રોકર દિવ્યેશ તથા કુંભાણી વિદેશ ભાગી ગયા હતા.

તદુપરાંત સુરતના અન્ય બીટ કોઈન બ્રોકર્સ મિતુલ, મેહુલ તથા મેહુલ તારપરા વગેરે પણ આયકર વિભાગની તપાસ દરમિયાન ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. અલબત્ત આયકર વિભાગે બીટકોઈન બ્રોકર્સને ત્યાંથી કબજે કરેલા કોમ્યુટર્સ ડેટા,૧૦ મોબાઈલના આધારે ઈન્વેસ્ટર્સના વેરીફિકેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જે દરમિયાન સુરતમાં હાજર બીટ કોઈન બ્રોકર્સ સહિત ઓપરેટરના નિવેદનો લેવાની કાર્યવાહી જારી રાખવામાં આવી છે. જો કે હજુ સુધી બીટ કોઈનમાં રોકાણ કરનાર સુરતના કોઈ મોટા ઈન્વેસ્ટર્સ સુધી આયકર વિભાગના હાથ પહોંચી શક્યા નથી.

આયકર વિભાગના વિશ્વસનીય સુત્રોના જણાવ્યા મુજબ સુરતમાં ક્રિપ્ટો કરન્સીના મુખ્ય પ્રમોટર્સ દિવ્યેશ તથા કુંભાણી જ્યાં સુધી હાથમાં ન આવે ત્યાં સુધી બીટકોઈનના સુરતના ઈન્વેસ્ટર્સનું ચિત્ર સ્પષ્ટ થવાની સંભાવના ઓછી છે. જેથી આયકર વિભાગને હવે યુએઈમાં હોવાનું મનાતા દિવ્યેશ દરજી તથા કુંભાણી સહિત અન્ય ભૂગર્ભમાં ચાલ્યા ગયેલા બ્રોકર્સની તલાશ છે.

Post Comments