Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સુરતના બિલ્ડરના ૨૦૦ બિટકોઇન અંગે ઇન્કમટેક્સ પુછપરછ કરશે

- સીબીઆઇ અને પોલીસના નામે ધમકાવીને રોકડા રૃ.૫ કરોડ અને ૧૨ કરોડના બિટકોઇન પડાવી લેવાયાની ફરિયાદના પ્ર

(પ્રતિનિધિ દ્વારા)     સુરત, તા. 8 માર્ચ, 2018, ગુરૂવાર

સુરતના બિલ્ડર સાથે બીટ કોઈન પ્રકરણ અંગે થયેલી ફરિયાદના પગલે સુરત આયકર વિભાગ દ્વારા સંભવત: બિલ્ડર તથા ભાગીદારના વોલેટના ૨૦૦  બીટકોઈન અંગે પુછપરછ હાથ ધરે તેવી સંભાવના સુત્રોએ વ્યક્ત કરી છે.

સુરતના બિલ્ડર શૈલેશ ભટ્ટ  પાસેથી બીટકોઈન રોકાણના મામલે સીબીઆઈ તથા પોલીસના નામે થયેલા ૧૭ કરોડના તોડના મામલે સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ થઈ હોવાની વિગતો સાંપડી છે.

જે મુજબ સુરતના બિલ્ડર બીટકોઈન વ્યવહારો સંદર્ભે  સીબીઆઈ તથા પોલીસના મેળા પિપણામાં ૧૭ કરોડના તોડ પાડવામાં આવ્યો હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.

અલબત્ત બિલ્ડરના ભાગીદાર પાલડીયાના વોલેટમાંથી ૨૦૦ બીટ કોઈન ટ્રાન્સફર કરવામાં આવ્યો હોવાની પણ ચર્ચા છે. જેથી આ અંગે સુરતના બિલ્ડર તથા ભાગીદારને બીટકોઈન રોકાણના વ્યવહારો સંદર્ભે સુરત આયકર વિભાગ પણ તપાસ હાથ ધરે તેવા સંકેતો સાંપડયા છે.

Post Comments