Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

દમણ-દીવ વચ્ચે હેલિકોપ્ટર સેવા, પ્રવાસીઓ માટે જોય રાઈડ શરૃ થશે

-વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે

-ન્યૂ દમણ, ન્યૂ ઈન્ડિયાના વિષય સાથે વિવિધ લોકાર્પણ અને ખાતમુર્હુત માટે વડાપ્રધાનનો ૨૫ ફેબુ્રઆરીએ સંભ

વાપી, તા.13 ફેબ્રુઆરી 2018,મંગળવાર

આગામી તા.૨૫ ફેબુ્રઆરીના રોજ વડાપ્રધાન દમણની મુલાકાતે આવે તેવી સંભાવના છે. જે માટે પ્રશાસન તરફથી તૈયારીઓને ઓપ આપવા માટે બેઠક યોજાઈ હતી.

જેમાં ન્યૂ દમણ, ન્યૂ ઈન્ડિયાના વિષય સાથે થનારા વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુર્હુત અંગેની રૃપરેખા આપાઇ હતી. વડાપ્રધાનના હસ્તે દીવ-દમણ વચ્ચે હેલિકોપ્ટર સેવા અને વીક એન્ડમાં પ્રવાસીઓ માટે હેલિકોપ્ટર મારફતે દમણની જોય રાઈડ સેવા પણ શરૃ કરાવાશે.

ન્યૂ દમણ, ન્યૂ ઈન્ડિયા અંતર્ગત સંઘપ્રદેશ દીવ-દમણમાં અનેક વિકાસના કામો હાથ ધરવામાં આવ્યા છે. જેના લોકાર્પણ-ખાતમુર્હુત માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા.૨૫ ફેબુ્રઆરીના રોજ દમણની મુલાકાત લે તેવી સંભાવના છે.

જે અંગે આજે પ્રશાસક પ્રફુલ પટેલની અધ્યક્ષતામાં જનપ્રતિનિધિઓ, ચૂંટાયેલા સભ્યો, ઉદ્યોગપતિઓ, રાજકીય આગેવાનો સહિતના પ્રબુદ્ધ નાગરિકો સાથે બેઠક યોજાઇ હતી. જેમાં પ્રશાસકે જણાવ્યું કે, વડાપ્રધાન પદના કાર્યકાળમાં નરેન્દ્ર મોદી પહેલા વડાપ્રધાન હશે જેઓ દમણની મુલાકાત લેશે.

દમણવાસીઓમાં વડાપ્રધાનને આવકારવા અનેરો થનગનાટ હોવાથી વિશિષ્ટ રીતે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવે તે બાબતે લોકોના અભિપ્રાય માંગ્યા હતા. જેમાં ઉદ્યોગો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સહિતના લોકોએ અંદાજિત ૨ લાખની જનમેદની એકત્રિત કરવાની ખાતરી આપી હતી.

સાથે કોસ્ટગાર્ડ એરપોર્ટથી સભા સ્થળ સુધી વિવિધ પ્રદેશના લોકોની સંસ્કૃતિ, કલાને રસ્તાની બંને તરફ પ્રદર્શિત કરવા, ૧૯ જેટલા ટ્રાફિક આઈલેન્ડને સુશોભિત કરવા, માનવસાંકળ રચી ફુલોથી સ્વાગત કરવા, વડાપ્રધાનને આવકારતા મોટા બેનરો, કટઆઉટ લગાવવા, રંગોળી કરવા સહિતના અનેક વિચારોને સ્વેચ્છાએ અમલી બનાવવા જણાવ્યું હતું. 

વડાપ્રધાનની મુલાકાતના દિવસે જ દીવ-દમણ વચ્ચે હેલિકોપ્ટર સેવા શરૃ કરાશે, સાથે વીકેન્ડમાં દમણ આવતા પ્રવાસીઓ માટે હેલિકોપ્ટરથી જોય રાઈડ સેવા પણ શરૃ કરાશે તેમ ઉમેર્યું હતું. સાથે પાઈપલાઈન મારફતે ગેસ સેવા, ગટર વ્યવસ્થા, દીવમાં પણ વિકાસના કામોનું ઓનલાઈન ભુમિપુજન કરવામાં આવશે.

દમણ પુલ દુર્ઘટનામાં મોતને ભેટેલા નાના ભુલકાઓની સ્મૃતિમાં પેડેસ્ટેરિયન બ્રીજના છેડે મેમોરિયલ ગાર્ડન બનાવવા અંગેની જાહેરાત કરી હતી. વડાપ્રધાનના સંભવિત કાર્યક્રમના દિવસે રવિવાર હોવાથી ઉદ્યોગોને રવિવારે રજા પાળવાને બદલે શનિવારે રજા પાળી કામદારોને પણ હાજર રાખવા અપીલ કરાઈ હતી.

Post Comments