Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ટેક્ષટાઈલમાં GSTના પ્રશ્નો ફરી એકવાર સરકાર સમક્ષ મૂકાશે

-દરેક સેગમેન્ટની સમસ્યા જાણવા એક પ્લેટફોર્મ પર લવાશે

(પ્રતિનિધિ દ્વારા)     સુરત,તા. 24 જુલાઇ 2017, સોમવાર

ટેક્ષટાઈલ ઉદ્યોગમાં જીએસટીને કારણે ઊભાં થયેલાં પ્રશ્નોનાં નિરાકણ માટે આરસીએમ ઝીરો ટકા કરવાની માંગણી નહીં કરવાની અને પાવરલૂમની ઈનપુટ ટેક્ષ ક્રેડીટ જમા મળવાથી તમામ પ્રશ્નોનું નિરાકણ આવી જતો હોવાનો સૂર ઉદ્યોગકારોએ ચેમ્બર ઓફ કોમર્સમાં રજૂ કર્યો હતો. જીએસટીના મુદ્દે ફરી એકવાર તા. ૫ મી ઓગષ્ટ પહેલાં દરેક સેગમેન્ટની સમસ્યાઓ વિશે વિગતે રજૂઆત કરવા સૌને એક પ્લેટફોર્મ ઉપર લાવવાનો પ્રયત્ન ચેમ્બરે કર્યો હતો.

રિઝર્વ ચાર્જ મિકેનિઝમ (આરસીએમ) દૂર કરવાની વાત કરવામાં આવશે, તો સરકાર રિફંડ નહીં આપે. પણ, રિફંડ નથી મળતું એ એક ઉદ્યોગનો સૌથી મોટો પ્રશ્ન હોવાનું વિવિંગ ઉદ્યોગ વતી જણાવવામાં આવ્યું હતું. આરસીએમ શૂન્ય ટકા કરવાની વાત એટલાં માટે સરકાર નહીં સ્વીકારે કેમ કે દરેક ઉદ્યોગમાં આરસીએમનો પ્રશ્ન છે. આથી આરસીએમ દૂર કરવા કરતાં ઝીરો ટકા કરવામાં આવે એવી રજૂઆત હોવી જોઈએ. કેમ કે, ગ્રે પહેલાનાં જોબવર્ક અને ટ્રેડીંગ પહેલાં જોબવર્ક ઉપર ઝીરો કરવાની છે. ગ્રે પહેલાંની પ્રોસેસ ઉપર અને ટ્રેડીંગમાં એમ્બ્રોઈડરી સહિતના જે કોઈ જોબવર્ક કે, તેની ઉપર શૂન્ય દર કરવાની વાત એટલાં માટે પણ કરવી પડશે કે એમ્બ્રોઈડરી સહિતના વિવિધ જોબવર્કમાં સંખ્યાબંધ મહિલાઓ જોડાયેલી છે.

આ ઉપરાત ઉદ્યોગમાં બીલમાં ૧૮ અને ૫ ટકાને લઈને ભારે અસમંજતા છે, આને કારણે હાલમાં કોઈ બીલો બનાવતું નથી. પૈસાના વ્યવહારો અટકેલાં છે.
યાર્ન ઉપર જીએસટીનો દર ૧૨ ટકા રહે અને ગ્રે પહેલાનાં અને ગ્રે પછીના તમામ જોબવર્ક ઉપર ૫ ટકા લાગે એવી એક રજૂઆત કરવી જોઈએ એવો સૂર સભામાં વ્યક્ત કરવામાં આવ્યો હતો.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પી. એમ. શાહે જણાવ્યું કે જીએસટીને કારણે ટેક્ષટાઈલ ઉદ્યોગના વિવિધ ક્ષેત્રમાં સમસ્યાઓ છે, આ સમસ્યાઓને એક પ્લેટફોર્મ ઉપર આવીને રજૂઆત કરવાનો હેતુ છે અને આગામી તા. ૫ મી ઓગષ્ટે જીએસટી કાઉન્સિલની બેઠક મળે તે પહેલાં તમામ સમસ્યાઓ રજુ કરવાનો હતુ છે.

Post Comments