Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

૪૨૦૦ કરોડની સરકારી જમીનના રેકર્ડમાંથી સરકારનું જ નામ કમી થઇ ગયું

-દેશની આઝાદી બાદ ઇનામો રદ થતા જમીન સરકાર હસ્તક થઇ છતાં નવાબના ૫૭ વારસદારોના નામ દાખલ થઇ ગયા

સુરત,તા.3 જાન્યુઆરી 2018,બુધવાર

દેશ આઝાદ થયા બાદ ઇનામો નાબુદ થયા હોવા છતાં સુરતના આભવા ગામની બે જમીન જે સને-૧૮૨૦માં નવાબને ઇનામમાં અપાયેલી તે પણ સરકાર હસ્તક થઇ હોવા છતાં આ જમીનને મજુરાના મામલતદારે નવાબના વારસદારોની માલિકીની ગણાવીને ૭-૧૨ના રેકર્ડમાં નામો દાખલ કરીને ૧૯૭ વર્ષ બાદ સરકારનું જ નામ ઉડાવી દીધું હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. આ જમીનના હાલની બજાર કિંમત રૃા.૪૨૦૦ કરોડ જેટલી થાય છે.

સુરતના ચોર્યાસી તાલુકાના આભવા ગામની સરકારની સર્વે નં.૫૦૫ અને ૫૦૭ની માલિકી મુદ્દે કલેકટર કચેરીમાં કેસ ચાલી રહયો છે. જે તે વખતના નવાબ નુરુદ્દી હુસેનખાન વલ્દ હુસેનુદ્દીન હુસેન ખાનના ૫૭ જેટલા વારસદારોએ આ જમીન માલિકીની દાવો કરી નામો દાખલ કરવા કેસ દાખલ કર્યો હતો.

જમીન સને-૧૮૨૦માં નવાબને ઇનામ તરીકે અપાઇ હતી. જોેકે, દેશ આઝાદ થયા બાદ ઇનામો રદ આ જમીનો સરકાર હસ્તક દાખલ થઇ ગઇ હતી. અને મજુરા મામલતદારની તા.૨૫ જુન, ૨૦૧૪ની સુનાવણીમાં વારસાઇની નોંધ નામંજુર કરાઇ હતી.

જેની સામે વારસદારોએ સિટી પ્રાંતમાં કરેલી અપીલ પણ નામંજુર કરાતા પ્રકરણ જિલ્લા કલેકટર પાસે પહોંચ્યું હતું. ૩૦ સપ્ટેમ્બરે, ૨૦૧૬ની સુનાવણીમાં અપીલ આંશિક રીતે ગ્રાહ્ય રાખી નીચલી કોર્ટનો હુકમ રદ કરી કલેકટરે મજુરાના મામલદદારને નવેસરથી હુકમ કરવા આદેશ  કર્યો હતો.

દરમિયાન મજુરાના મામલદારે આ જમીન સરકારી હોવા છતા પોતાના હુકમમાં સરકારનું નામ જ ૭-૧૨માંથી કાઢી નાંખ્યું હતું અને સર્વે નંબર-૫૦૫માં નવાબના ૪૮ વારસદારો અને નંબર-૫૦૭ની જમીનમાં ૯ વારસદારોના નામો દાખલ કરીને ૭-૧૨ના રેકર્ડમાં કાચી નોંધ પાડીને ૨૪ ઓક્ટોબર,૨૦૧૭ના રોજ હુકમ કરી દીધો હતો.

જોકે, કાચી નોંધ પ્રમાણીત થાય તે પહેલા સુરત કલેકટર મહેન્દ્ર પટેલે મામલતદારના હુકમનો આખરી નિર્ણય ન આવે ત્યાં સુધી સ્ટે મુકી બંને જમીનની ગામ રેકર્ડની સ્થિતિ યથાવત જાળવવા ફરમાન કર્યુ ંહતું. સ્ટેના હુકમમાં નોંધ્યું હતું કે, આભવા ગામની કોઇ જમીન નવાબના નામે હાલ ચાલી રહી નથી.

જમીન સરકારી અન ેખાર ખરાબાની ચાલી આવેલી છે. મામલતદારે નિર્ણય લેતા પહેલા સરકારના પ્રતિનિધિને સાંભળ્યા નથી કે પુરાવા રજૂ કરવાની તક આપી નથી. ખોટું તારણ કાઢીને સરકારનું નામ ગેરકાયદેસર રીતે કમી કરી દેવાયું છે.

જિલ્લા કલેકટર સ્ટે હુકમ સાથે જે તારણો કાઢયા છે, તે જોતા મજુરા મામલતદારે રેતીમાં જ વાહનો હંકારી દીધા હોય તેવુ લાગે છે. સ્ટે બાદ કલેકટર કચેરીમાં ચાલી રહેલી ચર્ચા મુજબ મામલદાર આર.એફ.ચૌધરીએ બિલ્ડર  લોબીના દબાણમાં આ હુકમ કરી દીધો હશે. ૫૦૫ અને ૫૦૭ સર્વે નંબરમાં કુલ ૧૬.૬૧ લાખ ચોરસમીટર જમીન છે.

અને હાલ ત્યાં જમીનનો ભાવ રૃા.૨૦,૦૦૦ થી લઇને રૃા.૨૫૦૦૦ સુધી ગણતા કુલ કિમંત રૃા.૪૨૦૦ કરોડ જેટલી થાય  છે.

Post Comments