Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કોંગ્રેસના મેનીફેસ્ટોમાં સુરતના ઉદ્યોગોને લગતા મુદ્દાનો સમાવેશ થશે

- કોંગ્રેસના ચૂંટણી પ્રચારમાં જીએસટીનો મુદ્દો અગ્રેસર રહેશે

- જીએસટીના કારણે ત્રાસેલા ઉદ્યોગોને સાચવવા માટે રાહુલ ગાંધી બાદ અન્ય રાષ્ટ્રીય નેતાઓ ઉદ્યોગના પ્રતિનિધિઓને મળી રહ્યાં છે

(પ્રતિનિધિ  દ્વારા)    સુરત, શુક્રવાર તા. 10 નવેમ્બર 2017
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર અનામત અંગે કોંગ્રેસ કદાચ કોઈ સ્પષ્ટ નીતિ જાહેર કરે કે ન કરે પણ સુરતના ઉદ્યોગોને નડતા મુદ્દાઓનો મેનીફેસ્ટોમાં ચોક્કસ સમાવેશ કરશે તેવા સંકેત દેખાઈ રહ્યાં છે. ભાજપના નેતાઓ સુરતના ઉદ્યોગોને સાચવાવ માટે પ્રયાસ કરી રહ્યાં છે પરંતુ તે પહપેલાં કોંગ્રસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષની વેપારીઓ અને નાના ઉદ્યોગના પ્રતિનિધિઓ સાથેની મુલાકાત બાદ   કોંગ્રેસના ચૂંટણી મેનીફેસ્ટોમાં સુરતના મુદ્દા અગ્રેસર રહે તેવી અટકળ શરૃ થઈ ગઈ છે.

મોદી સરકારે લાગુ કરેલું જી.એસ.ટી.ના કારણે નાના મોટો ઉ દ્યોગોને મુશ્કેલી પડી રહી હોવાના મુદ્દાને કોંગ્રેસે પકડી લીધો છે. સુરતમા ંજી.એસ.ટી.થી ત્રાસેલા ઉદ્યોગના પ્રતિનિધિઓની સીધી મુલાકાત કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ કર્યા બાદ સુરતના વેપાર-ઉદ્યોગનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. આ સાથે ગુજરાતના પ્રભારી અશોક ગેહલોત પણ માર્કેટના વેપારીઓને મળી ચુક્યા છે અને હવે ૧૩ નવેમ્બરે સામ પિત્રોડા સુરનતા નાના મોટા બિઝનેસમેનને મળવા સાથે ચેમ્બરના પ્રતિનિધિઓને પણ મળશે. તેઓના પ્રશ્નો સાંભળીને તેમાંથી અનેક પ્રશ્નો કોંગ્રસના મેનફેસ્ટોમાં સમાવવમા આવશે તેવું કોંગ્રેસના સુત્રો જણાવી રહ્યાં છે. કોંગ્રેસના એક પછી એક રાષ્ટ્રીય નેતાઓ સુરતના ઉદ્યોગકારોને મળી તેમને નડતી મુશ્કેલી જાણી રહ્યાં હોવાથી કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં સુરતના ઉદ્યોગોને લગતા  પ્રશ્નોના નિરાકરણ  કરવા માટેના મુદ્દાનો મહત્તમ સમાવેશ થાય તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.

Post Comments