Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પૈસાની લાલચ આપીને પાંચ ટીનએજર સાથે વરાછાના કારખાનેદારનું સૃષ્ટિ વિરુધ્ધ કૃત્ય

- તમામ તરૃણ કારખાનેદારના પરિચિત : એક યુવાન પાસે વિડીયો આવ્યા બાદ ભાંડો ફુટયો

- કૃત્યનો વિડીયો ડીલીટ કરવા યુવાનને રૃા. 5000 ની ઓફર કરી

(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા.7 માર્ચ 2018,  બુધવાર

કારખાને બોલાવી તરૃણોને પૈસાની લાલચ આપી સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય કરતા યુવાન કારખાનેદાર વિરુધ્ધ વરાછા પોલીસે ગુનો નોંધ્યો છે.

એક યુવાન પાસે કારખાનેદારના કરતૂતનો વિડીયો આવતાં કારખાનેદારે તેને રૃ. ૫૦૦૦ આપવાની ઓફર કરી વિડીયો ડીલીટ કરવા કહ્યું હતું. જો કે, યુવાને ભોગ બનેલા તરૃણને પોલીસ મથકે બોલાવી કારખાનેદારનો ભાંડો ફોડી નાંખ્યો હતો. કારખાનેદારે પાંચ તરૃણો સાથે આવું કૃત્ય કર્યુ છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ જૂનાગઢના વતની અને સુરતમાં વરાછા વિસ્તારમાં રહેતા તેમજ હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા ૨૦ વર્ષિય યુવાન નિર્ભય (નામ બદલ્યું છે) ને ચાર દિવસ અગાઉ તેના તરૃણ મિત્રએ એક વિડીયો આપ્યો હતો.

જેમાં વરાછા માતાવાડી કમલપાર્ક સોસાયટી ઘર નં. ૧૧૫ માં રહેતો ૪૦ વર્ષિય કારખાનેદાર રાણાભાઈ જોધાભાઈ સાખટ પોતાના કારખાનામાં નિર્ભયના ૧૫ વર્ષિય મિત્ર સાથે સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય કરતો નજરે ચઢયો હતો.

આ અંગે નિર્ભયે જ્યારે તરૃણ મિત્રને પૂછ્યું તો જાણવા મળ્યું હતું કે કારખાનેદારે પૈસા આપવાની લાલચ આપી ત્રીજીના રોજ તેને કારખાના ઉપર બોલાવી સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય કર્યુ હતું. એટલું જ નહીં તેણે વિડીયો આપનાર તરૃણ સહિત કુલ પાંચ તરૃણ સાથે આવું કૃત્ય કર્યુ હતું.

આથી નિર્ભય અન્ય ભોગ બનેલા તરૃણને લઈ કારખાનેદારને ઠપકો આપવા જતાં કારખાનેદારે તેને બીજા દિવસે એકલો બોલાવી રૃ. ૫૦૦૦ ની ઓફર કરી વિડીયો ડીલીટ કરવા કહ્યું હતું.

જો કે, યુવાન વરાછા પોલીસ મથકે પહોંચ્યો હતો અને જેનો વિડીયો તેની પાસે હતો તે તરૃણને પોલીસે મથકે બોલાવી કારખાનેદારની કરતૂતનો ભાંડો ફોડયો હતો.

વરાછા પોલીસે નિર્ભયની ફરિયાદના આધારે કારખાનેદાર રાણાભાઈ વિરુધ્ધ સૃષ્ટિ વિરુધ્ધના કૃત્યનો ગુનો નોંધી ભોગ બનેલા ૧૫ વર્ષિય તરૃણનું મેડીકલ ચેકઅપ સ્મીમેર હોસ્પિટલ ખાતે કરાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે કારખાનેદારે જે તરૃણો સાથે સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય કર્યુ છે તે તમામ તેના પરીચિત છે. ભોગ બનનાર તરૃણ અનસૂચિત જાતિનો હોય આ બનાવની વધુ તપાસ એસીપી 'એ' ડિવીઝન આર. એલ. સોલંકી કરી રહ્યા છે.

Post Comments