Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બોગસ જામીનદારી કેસમાં આરોપી આશુતોષ ઠક્કરને બે વર્ષની સખ્તકેદ

- હરીપુરાની મિલકતના  માલિકના નામે બોગસ દસ્તાવેજોના આધારે આરોપીઓને જામીન પર છોડાવવાના કેસ સાબિત

સુરત,તા.9 ફેબ્રુઆરી 2018, શુક્રવાર

બોગસ જામીનદારીના કેસમાં જેલવાસ ભોગવતા આરોપી આસુતોષ લાલજી ઠક્કરને આજે વધુ એક કેસમાં કોર્ટે ગુના માં દોષી ઠેરવી બે વર્ષની સખ્ત કેદ તથા રૃ.૧૦ હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો હતો.

સુરતના હરિપુરા વિસ્તારમાં આવેલી મિલકત ફરિયાદી સમીર કાંતિલાલ ઉપાધ્યાયે ૧૯૯૭માં ખરીદી હતી. જેની જાણ બહાર મૂળ માલિક દ્વારા બોગસ દસ્તાવેજોના આધારે જામીનગીરી તરીકે રજુ કરીને આરોપીઓને છોડાવવામાં આવતા હતા.જે આરોપીઓ કોર્ટ કાર્યવાહીમાં હાજર ન થતાં સુરત, વલસાડ, માંગરોલ, પારડી, ચીખલી વગેરે કોર્ટોમાંથી ફરિયાદી સમીર ઉપાધ્યાયને આસુતોષ લાલજી ઠક્કરના નામે વોરંટ મળવાના શરૃ થયા હતા.

ફરિયાદીએ વેચાણ લીધેલી મિલકતના નામે બોગસ દસ્તાવેજો બનાવીને વિવિધ કોર્ટોમાંથી ગંભીર ગુનામાં સંડોવાયેલા પરપ્રાંતીય આરોપીઓને જામીનગીરી તરીકે રજુ કરીને છોડાવવામાં આવતા હતા.જેનો પર્દાફાશ થતાં બોગસ જામીનદારીના એકથી વધુ કેસોમાં સંડોવાયેલા આરોપી આસુતોષ ઠક્કર સહિત અન્ય વકીલોની સંડોવણી હોઈ ફરિયાદીએ બોગસ જામીનદારી અંગે કોર્ટ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

આવા જ એક બોગસ જામીનદારી વધુ એક કેસમાં આરોપી આસુતોષ ઠક્કરની વિરુધ્ધનો કેસની અંતિમ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેથી  કોર્ટે રેકર્ડ પરના પુરાવા તથા ફરિયાદપક્ષે એપીપી ભરત સોલંકી તથા વીથ પ્રોસિક્યુશન યોગેશ રાણાની રજુઆતોને માન્ય રાખી આરોપીને બે વર્ષની સખ્તકેદ તથા રૃ.૧૦ હજાર દંડ ફટકારતો હુકમ કર્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે આવા બોગસ જામીનદારીના કેસના આરોપીને કારણે જ કોર્ટ કેસોની કાર્યવાહીમાં આરોપીઓ હાજર રહેતા નથી અને કોર્ટોનું ભારણ વધે છે.

Post Comments