Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આર્કીટેક્ટના એકાઉન્ટન્ટે રૃ. ૧૨ લાખની ઉચાપત કરી, રૃ. ૧.૧૬ કરોડની એફડી બનાવી

- એસબીઆઇના મેનેજર સાથે મળીને નોટબંધી વખતે એકાઉન્ટમાં નામ દાખલ કરાવી દીધું હતું

(પ્રતિનિધિ દ્વારા)     સુરત, તા. 8 માર્ચ, 2018, ગુરૂવાર

પાર્લેપોઇન્ટ ખાતે ઓફિસ ધરાવતા આર્કીટેક્ટના એકાઉન્ટન્ટે પાર્લેપોઇન્ટ સ્થિત સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના બ્રાંચ મેનેજર સાથે મળી આર્કીટેક્ટની પેઢીનો બોગસ બોર્ડ ઓફ  રીઝોલ્યુશન રજૂ કરી પોતાનું નામ દાખલ કરાવી રૃ. ૧.૧૬ કરોડની બે એફડી બનાવી દીધી હતી.  એટલું જ નહીં તે અગાઉ એકાઉન્ટન્ટે રૃ. ૧૨ લાખની ઉચાપત પણ કરી હતી.

પોલીસસૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજદબ વેસુ વી.આઇ.પી. રોડ મંગલમ પેલેસ  ફ્લેટ નં. ૬૦૧-એમાં રહેતા ભરતકુમાર જગદીશચંદ્ર પરીહાર પાર્લેપોઇન્ટ મસ્કતી પ્લોટ નં. ૧  કિન્નરી એપાર્ટમેન્ટ જી-૨માં પિતા સાથે આર્કીટેકટ તરીકે પોતાની પેઢી ધરાવે છે. તેમને ત્યાં ભૂપેન્દ્રભાઇ મફતલાલ પંચાલ (રહે. ૩૦૨-બી-૨, રૃદ્રાક્ષ એપાર્ટમેન્ટ, આનંદમહલ રોડ,  અડાજણ, સુરત) વર્ષ ૨૦૧૦-૧૧થી એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા હતા.

ગત ડિસેમ્બર ૨૦૧૬માં નોટબંધી બાદ ભરતકુમાર તેમની પેઢીનું જ્યાં એકાઉન્ટ છે તે પાર્લેપોઇન્ટ સ્થિત સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની ઘોડદોડ રોડ શાખામાં પોતાના એકાઉન્ટમાં વ્યવહાર કરવા ગયા ત્યારે તેમને જાણ થઇ હતી કે તેમના બદલે તેમના એકાઉન્ટન્ટનું નામ અને સહી દાખલ થઇ  ગયા છે.

આ અંગે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, જુલાઇ ૨૦૧૫માં ભરતકુમારે જ્યારે એકાઉન્ટન્ટ ભૂપેન્દ્રભાઇને કંપનીના ઓવરડ્રાફટ  એકાઉન્ટના કેવાયસી  ફોર્મમાં માહિતી ભરી અપડેટ કરવા આપી ત્યારે ભૂપેન્દ્રભાઇએ ભરતકુમારને બદલે પોતાનો ફોટો મુકી સહી કરી બેન્કમાં જમા કરાવ્યું હતું.  અને તે માટે કંપનીનો બોગસ બોર્ડ ઓફ રીઝોલ્યુલશન પણ આપ્યો હતો. તે સમયે બેન્કમાં ફરજ બજાવતા બ્રાંચ મેનેજર હિમાંશુ શાંતુભાઇ ભટ્ટ (રહે. બી-૩, માણીભદ્ર હાઇટ્સ, જલારામ મંદિર પાસે, વેસુ, સુરત) પણ એકાઉન્ટન્ટની સાથે મળેલા હોય કોઇ સમસ્યા સર્જાઇ ન હતી.

એકાઉન્ટન્ટે ત્યારબાદ રૃ. ૫૧ લાખ અને રૃ. ૬૫ લાખની એફડી પણ બનાવડાવી દીધી હતી. એકાઉન્ટન્ટ તરીકેના કામ દરમિયાન   ભૂપેન્દ્રભાઇએ ભરતકુમારની પેઢીમાંથી રૃ. ૧૨,૦૦,૯૦૦ પોતાના અને પત્નીના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી ઉચાપત પણ કરી હતી. આ અંગે ભરતકુમારે ગતરોજ   એકાઉન્ટન્ટ અને જે તે સમયના બ્રાંચ મેનેજર વિરૃદ્ધ ગતરોજ ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઇ જે.સી. શેખે વધુ તપાસ હાથ ધરી છે.

Post Comments