Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જોબવર્કની ડ્યુટી દૂર કરવા ટેક્સટાઇલ એસોસિએશને વડાપ્રધાનને પોસ્ટકાર્ડ લખવાની કરી શરૂઆત

- 50000 પોસ્ટકાર્ડ મોકલવાનો લક્ષ્યાંક

- ઉદ્યોગોને બચાવવાના આશયથી લીધો નિર્ણય

(પ્રતિનિધિ દ્વારા)

સુરત, તા.2 ઓગસ્ટ 2017 બુધવાર

જોબવર્કની ડ્યુટી દૂર કરવા ટેક્સટાઈલ એસોસિએશને વડાપ્રધાનને પોસ્ટકાર્ડ લખવાની શરૂઆત કરી છે. જીએસટી લાગુ થયા બાદ ટેક્સટાઈલના વેપારીઓને જોબવર્ક ડ્યુટી માટેની મુશ્કેલીના કારણે ઉદ્યોગ બચાવવાના આશયથી આશરે 50000 જેટલા પોસ્ટકાર્ડ મોકલવાની વાત સામે આવી છે.

ટેક્સટાઈલના વિવિંગ ઘટકને જોબવર્ક ઉપર લાગુ 5 ટકા જીએસટી દૂર કરવા અને ઈનપુટ ટેક્સ ક્રેડીટ રીફંડ આપવાની માંગ કરતા પોસ્ટકાર્ડ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિવિધ વિવિંગ એસો.એ લખવાનું શરૂ કર્યું છે. આશરે 50,000 પોસ્ટકાર્ડ મોકલવાનો લક્ષ્યાંક છે.

વિવિંગમાં જોબવર્ક ઉપરથી જીએસટીને કારણે શહેરના અડધા-અડધ જેટલા વિવિંગ એકમો બંધ થઈ જવાની ભીતિ હોઈ ઉદ્યોગને બચાવવાની અપીલ વિવર્સ બની વિવિંગ એસો.એ કરી છે. તેવી જ રીતે ઈનપુટ ટેક્સ ક્રેડીટ રિફંડ મળતું ન હોવાથી તેને જમા આપવાની માંગ પણ વિવર્સની છે. તેને 5મી ઓગસ્ટના રોજ જીએસટી કાઉન્સિલની મીટીંગ ઉદ્યોગને રાહત આપે એવી અપેક્ષા સૌની છે.

Post Comments