Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રંભાસ ગુ્રપ ગ્રા.પં.ના મહિલા ઉપસરપંચ લાંચ લેતા પકડાયા

- ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાના

- ૧૪મા નાણાંપંચના રૃ. ૫ લાખની મર્યાદામાં વિકાસ કાર્યોમાં પાંચ ટકા રકમ માંગી હતી

વાંસદા, તા. 8 માર્ચ, 2018, ગુરૂવાર

ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામાં સમાવિષ્ટ રંભાસ  ગૃપ ગ્રામપંચાયતના મહિલા ઉપસરપંચ લાંચ લેતા એ.સી.બી.ના હાથે ઝડપાતા ડાંગ પંથકમાં ખળભળાટ મચી ગયો છે. મળતી માહિતી મુજબ રંભાસ ગૃપ ગ્રામપંચાયતમાં ૧૪મા નાણાંપંચના વિકાસકીય કામોમાં સરપંચ પાસે ટકાવારી માંગવાના કથિત પ્રકરણમાં ઉપસરપંચ આબાદ ઝડપાઇ હોવાનું જાણવા મળ્યું હતું.

રંભાસ ગૃપ ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે સ્મીતાબેન જીતેન્દ્રભાઇ ચૌધરી ચૂંટાયા હતા. જ્યારે ઉપસરપંચ તરીકે અરૃણાબેન હરીભાઇ ધુમાડ રહે. બાજગામ, જી. ડાંગ હતા, રંભાસ ગૃપ ગ્રામપંચાયતમાં ૧૪મા નાણાપંચના પાંચ લાખની મર્યાદાના વિકાસકીય કામો ગ્રામપંચાયતમાં ઠરાવ કરી સરપંચ અને સભ્યોએ કરવાના  હોય છે.

જેમાં રંભાસ ગ્રામપંચાયતના સરપંચે બાજ ગામે સી.સી. માર્ગ, જામલપાડા ગામે પવર બ્લોક, દેવીપાડા ગામે સી.સી. માર્ગ અને નાળા બિડીંગના કામો કર્યા હતા. જે કામોની અવેજમાં ઉપસરપંચે ૫ ટકા રકમની માંગણી કરી હતી. જે સરપંચ સહિત સભ્યોએ મોબાઇલમાં રેકોર્ડીંગ કરી એ.સી.બી. ટ્રેપ ગોઠવતા મહિલા ઉપસરપંચ આબાદ ઝડપાઇ ગયા હતા.

આ લખાઇ રહ્યું છે ત્યારે પણ વઘઇ પોલીસ અને એસીબીની ટીમની કાર્યવાહી શરૃ હોય તેઓ તરફથી કોઇ સત્તાવાર માહિતી મળી ન હતી પરંતુ  રંભાસ ગ્રામપંચાયતના સભ્યો પાસેથી સમગ્ર બાબતની વિગતો જાણવા મળી હતી ત્યારે આજે થયેલા એસીબી  ટ્રેપથી ડાંગનું રાજકીય માહોલ ગરમાયો  છે.

Post Comments