Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ચીખલી-ખેરગામમાં નદી સુકાતા અનેક ગામોમાં પાણીની સમસ્યા

- પાણી પુરવઠાની ટાંકીઓમાં પાણી નથી : કેટલીક ટાંકીઓ ફાટેલી ખેરગામના છ ગામો જોડતી પાણી પુરવઠા યોજના કા

ચીખલી, તા. 19 મે, 2017,  શુક્રવાર
 
ચીખલી અને ખેરગામ તાલુકામાં નદી-નાળા સુકાતા સંખ્યાબંધ ગામોમાં પીવાના પાણીની વિકટ સમસ્યા ઉભી થઇ છે. સરકારના અનેક દાવાઓ છતાં પંચાયત અને પાણી પુરવઠા વિભાગમાં સંકલનના અભાવે બોરો અને પાણીની ટાંકીઓ બિસ્માર હાલતમાં રહેતા લોકોએ પાણી માટે વલખાં મારવા પડે છે.
 
ચીખલી અને ખેરગામ  તાલુકામાંથી પસાર થતી કાવેરી, ખરેરા, તાન નદીઓ સુકી ભઠ્ઠ થઇ  જતાં બોરો અને કુવાઓમાં પાણીના સ્તર ખૂબ જ નીચે ઉતરી ગયા છે. ચીખલી તાલુકાના કલિયારી, ઘેજ, વેલણપુર, ઢોલુમ્બર, જામનપાડા, તોરણવેરા સહિતના ગામોમાં પાણીની સમસ્યા વિકટ બની છે.
 
વેલણપુર ગામના દુકાન ફળિયા અને નિશાળ ફળિયામાં તો પાણીની ટાંકી જ ફાટી ગયેલી છે. તો ડુંગરી ફળિયામાં આદિમ જૂથ યોજના અંતર્ગત બનેલી ટાંકીમાં પાણી આવતું જ નથી વળી આ વિસ્તારમાં સિંચાઇની કોઇ યોજના ન હોવાના કારણે ઉનાળામાં પ્રજા માટે પાણી દુર્લભ બની જાય છે. વારંવાર ગ્રામપંચાયતો દ્વારા ઠરાવો કરીને પાણી પુરવઠા વિભાગ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને ધારાસભ્યોને રજૂઆતો કરવા છતાં કોઇ નક્કર  પરિણામ મળતું નથી.
 
જ્યારે ખેરગામ તાલુકાના છ  ગામો પાટી, કાકડવેરી, તોરણવેરા, જામનપાડા, વડપાડા પાણીખડકને જોડતી પાણી પુરવઠા યોજના તૈયાર થયેલી છે પરંતુ હજી કાર્યરત નહીં હોવાને કારણે પ્રજાએ  પીવાના પાણીની સમસ્યાનો સામનો કરવો પડે છે.  પાટી ગામની હદમાંથી  પસાર થતી તાન નદીનો અંદાજે ૩ કિ.મી.નો વિસ્તાર સુકો ભઠ્ઠ બન્યો છે.
 

Post Comments