Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સુરત: પાટીદાર વિસ્તારમાં ભાજપના પ્રચાર માટે કરવો પડતો સંઘર્ષ

- સરથાણામાં ભાજપના ડોર ટુ ડોર પ્રચારમાં ઈંડા ફેંકાયા પેમ્ફલેટ ફાળ્યા

(પ્રતિનિધિ દ્વારા) સુરત, 9 નવેમ્બર 2017 ગુરૂવાર

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પ્રચારમાં ભાજપે પાટીદાર બહુમતિવાળા વિસ્તારમાં જવા માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. આજે સરથાણા વિસ્તારમાં ભાજપની મહિલાઓ પ્રચાર કરવા ગઈ ત્યાં ઈંડા ફેંકવા સાથે ભાજપના પેમ્ફલેટ પણ ફાડીને રોડ પર ફેંકી દેવામા આવ્યા હતા.

ગઈકાલે મેયરે પોતાના વિસ્તારમાં વિરોધનો સામનો કરવો પડયો હતો ત્યાર બાદ બીજા વિસ્તારમાં પણ વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. સોસાયટીના બધા લોકો નહીં પરંતુ વિરોધ કરનારા ગણ્યા ગાંઠયા હોવા છતાં ભાજપના નેતાઓની શરણાગતિ લોકોમાં ચર્ચાનો વિષય બની ગઈ છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો વિધિવત પ્રચાર શરૂ થાય તે પહેલા પાટીદાર બહુમતિવાળી કેટલીક સોસાયટીઓમાં ભાજપ વિરોધી બેનર લાગી ગયાં છે. ગઈકાલે મેયર અસ્મિતા શિરોયા તેમના જ વિસ્તારમાં પ્રચાર કરવા ગયાં અને લોકોએ તેમને ઘેરી લેતાં કલાક સુધી તેઓ બહાર નિકળ્યા ન હતા.

આજે ફરી એક વાર મહિલાઓની ટીમ સરથાણા વિસ્તારના શ્યામધામ ચોક પાસે આવેલી તુલસી દર્શન સોસાયટીમાં મહિલાઓની ટીમ પ્રચાર કરવા માટે ગઈ હતી પરંતુ સ્થાનિક લોકોએ તેમનો વિરોધ કરીને ઈંડા ફેંક્યા હતા અને પ્રચાર માટે લવાયેલા પેમ્ફલેટ ફાડીને રસ્તા પર ફેંકી દીધા હતા. આવી જ રીતે કાપોદ્રાના વિરાટ નગર વિસ્તારમાં ભાજપના નેતાઓ પ્રચાર માટે ગયાં હતા ત્યાં પણ સંઘર્ષ કરવો પડયો હતો.

સ્થાનિકોએ ભાજપ વિરોધી સુત્રોચ્ચાર કરીને ભાગ ભાજપ ભાગ એવા નારા લગાવ્યા હતા. આ જગ્યાએ ભાજપના કેટલાક નેતાઓએ સામો જવાબ આપ્યો હતો. જોકે, વિરોધ કરનારા મોટા ટોળામાં નહીં થોડી  સંખ્યા ઓછા હોવા છતાં ભાજપના નેતાઓ રીતસર શરણાગતિ સ્વીકારી લેતા હોવાથી વિરોધીઓ હાવી થતાં હોવાની ચર્ચા ભાજપના કાર્યકરોમાં શરૃ થઈ છે. આગામી દિવસોમાં ભાજપના નેતાઓની આ નિતી રહી તો પ્રચાર કરવામાં ભારે સંઘર્ષનો સામનો કરવો પડે તેવી વાત  કાર્યકરો કરી રહ્યાં છે.


લેટેસ્ટ સમાચારોની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઇક કરો તથા ટ્વિટર પર ફોલો કરો

https://twitter.com/gujratsamachar

http://bit.ly/Gujaratsamachar

Post Comments