Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પત્ની સાથે થયેલા ઝઘડાનો બદલો લેવા પતિનો સાવકી પુત્રી પર બળાત્કાર

- વ્યારા તાલુકાના પ્રવિણ ગામીતે ૧૩ વર્ષની પુત્રીનું અપહરણ કરી મિત્રોના ઘરે લઇ જઇ રાત્રે હવસ સંતોષી

વ્યારા, તા. 19 મે, 2017,  શુક્રવાર
 
વ્યારા તાલુકામાં પત્ની સાથે થયેલા ઝઘડાનો બદલો લેવા સાવકા બાપે ૧૩ વર્ષની પુત્રીનું અપહરણ કરી અલગ અલગ જગ્યાએ લઇ જઇ બળાત્કાર ગુજારતા ચકચાર મચી છે. ડોલવણ પોલીસે હવસખોર બાપની અટક કરી હતી. વ્યારા તાલુકાના એક ગામમાં રહેતા પ્રવિણ ઉર્ફે  પરેશ ઉર્ફે  રણજીત પરસોત્તમભાઇ ગામીત  (ઉ.વ. ૩૨)એ પતિથી  એક વર્ષ પહેલાં વિમુખ થયેલી મહિલાને પત્ની તરીકે રાખી હતી.
 
મહિલા સાથે તેની ૧૩ વર્ષની પુત્રી  તથા એક પુત્ર પણ સાથે રહેતા હતા. તા. ૧૦-૫-૨૦૧૭ના રોજ વ્યારાના પંચોલ ગામે પ્રવિણ ગામીત પત્ની અને બાળકોને લગ્નમાં લઇ ગયો હતો. રાત્રે લગ્નમાં રોકાવા બાબતે પ્રવિણ ગામીતનો પત્ની સાથે ઝઘડો થયો હતો. જેમાં પ્રવિણે પત્નીને તને સબક શીખવાડવો પડશે એમ જણાવ્યું હતું.
 
બીજા દિવસે  સવારે લગ્નસ્થળેથી સાવકી પુત્રીને બાઇક પર બેસાડી પ્રવિણ ક્યાંક જતો રહ્યો હતો. ગતરોજ સાંજે સોનગઢના ડોસવાડા ગામે પ્રવિણ અને કિશોરી મળી આવ્યા હતા.  કિશોરી તેની માતાને મળી ધુ્રસ્કે- ધુ્રસ્કે રડી પડી હતી અને સાવકા પિતાએ ગુજારેલા સિતમ  અંગે માતાને જણાવ્યું કે, તારી સાથે થયેલ ઝઘડાનો બદલો વાળવા મને મહારાષ્ટ્રના નવાપુર તથા ઉચ્છલ, બંધારપાડા વગેરે જગ્યાએ તેના મિત્રના ઘરે લઇ  ગયો હતો. ત્યાં રાત્રિરોકાણ વખતે બળજબરીથી મારી સાથે શરીર સંબંધ બાંધ્યો હતો.
 
અને બાદમાં આ વાત જો કોઇને કહેશે તો તારી માતા અને તને જાનથી મારી નાંખીશ  એવી ધમકી આપી હતી. આજરોજ સવારે કિશોરીના માતાએ કહેવાતા પતિ પ્રવિણ સામે પોક્સો એકટ, બળાત્કાર, અપહરણ અને જાનથી મારી નાંખવાની ધમકીની ફરિયાદ આપી હતી. ડોલવણ પોલીસે હવસખોર પ્રવિણ ગામીતની અટક કરી વધુ તપાસ સીપીઆઇ ડીડી પવારે હાથ ધરી છે.
 
પ્રવિણને અગાઉ બળાત્કાર કેસમાં સજા પણ થઇ હતી
પ્રવિણ ગામીતે ભૂતકાળમાં ગામની યુવતિ પર પણ બળાત્કાર ગુજાર્યો હતો. જે ગુનામાં સજા થતાં કોર્ટમાંથી જામીન મેળવી નાસી આવ્યો હતો. કોર્ટની મુદતમાં જતો ન હતો. પોલીસ તપાસ કરવા આવતા તે નાસી  જતો હતો. પત્ની તરીકે રાખેલી મહિલા તથા તેણીના બાળકોને લઇ છેલ્લા એક વર્ષથી અલગ અલગ ઠેકાણા બદલી રહેતો હતો.

Post Comments