Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

'મેયર અને ભાજપ શાસકો ચોર છે' ના નારા સાથે મ્યુનિ. કચેરીમાં મોરચો

- નિયમોનો ભંગ કરીને દોડતી અને લોકો માટે જોખમ બનેલી સિટી બસના કોન્ટ્રાકટરને બ્લેકલીસ્ટ કરવાને બદલે ભા

(પ્રતિનિધિ  દ્વારા) સુરત, તા. 19 મે, 2017,  શુક્રવાર
 
સુરતના રસ્તા પર દોડતી રેઈનબો ટ્રાવેલ્સની ખખડધજ સીટી બસના મુદ્દે આજે કોંગ્રેસે મ્યુનિ. તત્ર સમક્ષ મોરચો લાવ્યા હતા. મેયર અને ભાજપ શાસકો ચોર છે તેવા સુત્રો સાથે સીટી બસની એજન્સીને બ્લેક લિસ્ટ કરવા માટેની માગણી કરી હતી.  સીટી બસ આર.ટી.ઓ.ના નિયમોનનું પણ પાલન કરતી ન હોવા ઉપરાંત હાલ સીટી બસની સેવામાં રાહતની કામગીરી તાકીદે શરૃ કરવામા ંઆવે તેવી માગણી કરી હતી.
 
રઇેનબો ટ્રાવેલ્સને સીટી બસ દોડાવવા માટે ૨૦૧૯ સુધીનો કોન્ટ્રાક્ટ આપી દીધો છે પરંતુ કોન્ટ્રાક્ટર પાસે નવી દોડી શકે તેવી બસના બદલે ખખડધડજ બસો છે. આ બસ આર.ટી.ઓ.ના તમામ નિયમોનો ભંગ કરીને દોડી રહી છે તેમ છતાં તેની સામે મ્યુનિ. ંતત્ર કોઈ આકરા પગલાં ન ભરતું હોવાથી મુસાફરોને જીવનું જોખમ છે. આ બસ કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરવા માટે મ્યુનિ. ંતત્ર સમક્ષ કોંગ્રેસ મોરચો લઈ પહોંચી હતી. 
 
મેયરની કચેરીની બહાર જ કોંગ્રેસના કાર્યકરોએ ભાજપની હાય હાય અને મેયરની હાય હાય બોલાવવા ઉપરાંત મેયર ચોર છે અને ભાજપ શાસકો ચોર છે તથા રેનબો ટ્રાવેલ્સને છાવરે છે તેવા સુત્રોચ્ચાર કર્યો હતા. લોકોના જીવના જોખમ સાથે દોડી રહેલી બસ તાકીદે દુર કરવામા ંઆવે તથા કોન્ટ્રાક્ટરને સસ્પેન્ડ કરવામા આવે તેવી માગણી સાથે મ્યુનિ. કમિશ્નરને આવેદન પત્ર ાપ્યું હતું. કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે સીટી બસ દોડી શકે તેમ નથી પરંતુ મેયર બસના કોન્ટ્રાક્ટરનું ઉપરાણું લેતા હોવાથી તંત્ર પણ કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ નથી કરતું.

Post Comments