Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સુરત-દેવગઢ બસમાં મુસાફર દંપતિ સાથે થયું બેહુદુ વર્તન

- ડ્રાઇવર-કન્ડકટર સામે ઓનલાઇન ફરિયાદ કરાઇ

મોસાલી, તા. 19 મે, 2017,  શુક્રવાર
 
સુરતથી રાત્રે ૧૨ કલાકે ઉપડતી સુરત-દેવગઢ  (વાયા- માંગરોળ) રૃટના ડ્રાઇવર- કન્ડકટરે મુસાફર દંપતિ સાથે બેહુદુ વર્તન કર્યું હોવાની ઓનલાઇન ફરિયાદ કરવામાં  આવી છે. સુરત ગ્રામ્ય ડેપો દ્વારા રાત્રિના ૧૨ કલાકે સુરતથી દેવગઢ (વાયા- તડકેશ્વર- માંગરોળ) રૃટ ચાલે છે.
 
તા. ૧૫-૫-૧૭ના રોજ આ રૃટની બસમાં મોસાલી ગામની લક્ષ્મી ડેરીના સંચાલક બાબુભાઇ ઠાકોરલાલ મોદી તેની પત્ની સાથે સુરતથી મોસાલી આવતા હતા. આ બસ મોસાલી ચાર રસ્તા આવી ત્યારે ડ્રાઇવર- કંડકટરે મુસાફરોને કહ્યું કે, અન્ય કોઇ  મુસાફર મોસાલી- માંગરોળના નથી. જેથી તમો ચાર રસ્તા ઉપર ઉતરી પડો. રાત્રીના દોઢ વાગ્યે ચાર રસ્તાથી મોસાલી ગામ અર્ધો કિ.મી. દૂર છે અને બાબુભાઇ પગની બિમારીથી પીડાઇ રહ્યાં છે.
 
તેઓ ચાલી શકે તેમ ન હોવાથી ડ્રાઇવર- કંડકટરને  જણાવ્યું કે, અમને મોસાલી ઉતારો. બાદમાં બોલાચાલી  બાદ બસ મોસાલી બજારમાં લાવવામાં આવી હતી. સાથે જ આ ડ્રાઇવર કંડકટરે સ્ટેન્ડ ઉપર  ઉતારી  બસ માંગરોળ ગામ લાવવાને બદલે મોસાલીથી જ બસ  પરત દેવગઢ જવા ઉપાડી હતી. ટેન્શનમાં આવી ગયેલા આ મુસાફર પોતાની થેલી બસમાં   ભુલી ગયા હતા.
 
જે બસનાં કંડકટરે  ચાલુ બસે બસની બારીમાંથી નીચે ફેંકી દેતાં થેલીમાં મુકેલી ચીજવસ્તુઓનો ભુક્કો બોલી ગયો હતો. આ પ્રશ્ને  બાબુભાઇ મોદીએ એસ.ટી. નિગમને ઓનલાઇન ફરિયાદ કરી જવાબદારો સામે પગલા  ભરવા માંગ કરી છે.

Post Comments