Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સુરત: વિધાનસભાની ચૂંટણી પહેલા સુરતમાં રાષ્ટ્રીય નેતાઓના ધામા

- ટેલિકોમ ક્ષેત્રે ક્રાંતિ લાવનાર સામ પિત્રોડા કોંગ્રસના પ્રચાર માટે આવશે

(પ્રતિનિધિ દ્વારા) સુરત, 10 નવેમ્બર 2017 શુક્રવાર

ભારતમાં ટેલિકોમ ક્ષેત્રે ક્રાંતિ લાવનારા સામ પિત્રોડા આગામી અઠવાડિયામાં સુરતની મુલાકાતે આવી રહ્યાં છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના પ્રચાર માટે એક પછી એક પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય નેતાઓને કોંગ્રેસ સુરતમાં ઉતારી રહી હોવાથી સુરતનું રાજકારણ ગરમાયું છે. અત્યાર સુધી કોંગ્રેસના હળવાશથી લેતા ભાજપના નેતાઓ પણ કોંગ્રેસની સ્ટ્રેટેજી જોઈને ડઘાઈ રહ્યાં છે.

સુરતમાં સામ પિત્રોડા ઉપરાંત રાજ્ય સભાની ચૂંટણીમાં મહત્વનો ભાગ ભજવનાર રણજીત સુરજેવાલ પણ આવતા અઠવાડિયે સુરતની મુલાકાતે આવી રહ્યાં છે.

કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની એક જ અઠવાડિયામાં બે દિવસ સુરતની મુલાકાત થતા ગુજરાતના રાજકારણમાં સુરત કેન્દ્ર બન્ડુ બની ગયું છે.

સુરતમાં એક આખો દિવસ રાહુલ ગાંધી સામાન્ય લોકોને મળ્યા અને સાંજે વેપારીઓના સંવાદ બાદ ભાજપના નેતાઓની ઉંઘ ઉડી ગઈ છે. રાહુલ ગાંધીની સુરત મુલાકાત બાદ કોંગ્રેસ હવે સુરતમાં ટેલિકોમ ક્ષેત્રે ક્રાંતિ લાવનારા સામ પિત્રોડાને ઉતારી રહી છે.

ટેલિકોમ ક્ષેત્રે સામ પિત્રોડાનું મહત્વને કોઈ પણ નકારી શકે તેમ ન હોવાથી કોંગ્રેસ હવે આવી સ્વચ્છ છબી ધરાવતા નેતાઓને ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા મેદાનમાં  ઉતારી રહી છે.

૧૩ નવેમ્બરના રોજ સામ  પિત્રોડા દિવસ દરમિયાન વિવિધ ઉદ્યોગોના પ્રતિનિધિઓ અને એન.જી.ઓ.ના પ્રતિનિધિઓને મળશે. ત્યાર બાદ સાંજે તેઓ પત્રકાર પરિષદ સંબોધે તેવી પણ શક્યતા છે.

સામ પિત્રોડાની ૧૩ નવેમ્બરની મુલાકાત બાદ ૧૪ નવેમ્બરના રોજ અહેમદ પટેલ વિજયી થયાં તે રાજ્ય સભાની ચૂંટણીમાં સક્રિય ભાગ ભજવનારા કોંગ્રેસના રણજીત સુરજેવાલ પણ સુરત આવી રહ્યાં છે. એક પછી એક કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ સુરતની મુલાકાતે આવતાં ભાજપના નેતાઓના ગઢમાં ગભરાટ ફેલાઈ રહ્યો છે.


લેટેસ્ટ સમાચારોની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઇક કરો તથા ટ્વિટર પર ફોલો કરો

https://twitter.com/gujratsamachar

http://bit.ly/Gujaratsamachar

Post Comments