Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભારૃંડીના સરપંચના ગોડાઉનમાંથી રૃ।. ૮ લાખનો અખાદ્ય ગોળ પકડાયો

- ચેતન પટેલના ગોડાઉનમાં ટ્રકમાંથી ગોળ ઉતરતો હતો

- સામેની દુકાનમાંથી નવસારનો જથ્થો મળતા ચારની ધરપકડ : એક વોન્ટેડ

બારડોલી, તા. 19 મે, 2017,  શુક્રવાર
 
ઓલપાડના ભારૃંડી ગામે સરપંચના ઘરે ગોડાઉનમાં ટ્રકમાંથી રૃ।. ૮ લાખનો ગોળ ખાલી કરવા સમયે એલસીબીએ છાપો માર્યો હતો. ગોડાઉનની સામેની દુકાનમાંથી દેશી દારૃ બનાવવા વપરાતો નવસારનો જથ્થો મળી આવતા પોલીસે સરપંચ, દુકાનદાર અને ટ્રકના ડ્રાઇવર-ક્લીનરની ધરપકડ કરી છે. જ્યારે ગોળ ભરાવનાર વેપારીને વોન્ટેડ જાહેર કર્યા છે.
 
ગતરોજ ડીએસપી નિર્લિપ્ત રાયને બાતમી મળી હતી કે, ભારૃંડી ગામે સરપંચ ચેતન મનહરભાઇ પટેલ (ઉ.વ. ૩૮)ના ઘરે ગોડાઉનમાં ટ્રકમાંથી ગોળનો જથ્થો ખાલી થઇ રહ્યો છે. જે આધારે  એલસીબી ટીમે છાપો મારતા ચેતન પટેલના મકાન નીચે બનાવેલા ગોડાઉનમાં ટ્રક (નં. એચઆર-૫૫-ટી-૨૬૬૭)માંથી ગોળનો જથ્થો ખાલી થઇ રહ્યો હતો.
 
પોલીસે ૨૦૦૦ બોક્સમાં ૨૦૦૦૦ કિલો ગોળ કિંમત  રૃ।. ૮ લાખ કબ્જે કરી ચેતન પટેલની પૂછપરછ કરતા આ ગોળમાંથી ૧૫૦ કિલો ગોળ પશુઓ માટે અને બાકીનો ગોળ સામે આવેલી દેવીકૃપા જનરલ સ્ટોર્સના માલિક આશારામ ગુર્જરનો હોવાનું પોલીસને જણાવ્યું હતું. જેથી પોલીસે સ્ટોર્સમાં તલાશી લેતાં દુકાનની પાછળથી ૩૫  ગુણમાં ૮૭૫ કિલો સફેદ પાઉડર મળી આવ્યો હતો.
 
પોલીસે એફએસએલ ટીમને સ્થળ પર બોલવી ચકાસણી કરાવતા દેશી દારૃ બનાવવામાં વપરાતો અખાદ્ય ગોળ અને નવસારની પાટો હ ોવાનો રીપોર્ટ આપ્યો હતો. પોલીસે ચેતન પટેલની સાથે દુકાનદાર આશારામ ગોમજી ગુર્જર (ઉ.વ. ૫૬, રહે.ભારૃંડી, તા.વલસાડ, મૂળ રહે. લક્ષ્મીપુરા, તા. આમેટ, જિ. રાજસંમન, રાજસ્થાન) ઉપરાંત ટ્રકના ડ્રાઇવર સાકીર હકુમદ્દીન પઠાણ (ઉ.વ. ૨૩, રહે. ખોયરી જમાલપુર તા. બલમગંડ, જિ. ફરીદાબાદ, હરિયાણા) અને ક્લીનર તૈયબઅલી કમરૃદ્દીન પઠાણ (ઉ.વ. ૨૪, રહે. ખોયરી જમાલપુર, જિ. બરીદાબાદ, હરિયાણા)ની ધરપકડ કરી છે. અખાદ્ય ગોળનો જથ્થેો ટ્રકમાં મેસર્સ  રઘુનાથ ટ્રેડીંગ કંપની નવીનમડ્ડી, મુરાદનગર, ગાજીયાબાદ, ઉત્તરપ્રદેશ)માંથી ભરાયેલો હોય તેના માલિકને વોન્ટેડ જાહેર કર્યા છે.
 

Post Comments