Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઉતરાયણના કારણે આ આઠ મિત્રોની મિત્રતાનો દોરો વધુ મજબુત બન્યો

- છેલ્લા 50 વર્ષથી બાળપણની દોસ્તી યથાવતનો રાઝ ઉતરાયણ

- ગોપીપુરામાં રહેતાં મિત્રો ધંધાકીય વ્યસ્તતાના કારણે જુદાજુદા વિસ્તારમાં રહેવા ગયાં પણ ઉતારયણમાં એક ધાબે ભેગા થઈ ઉજવણી કરે છે

(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 15 જાન્યુઆરી 2017 સોમવાર

સુરતમાં ઉતરાયના દિવસે પાકો દોરો ઘસાવીને એક બીજાની પેચ કાપીને પતંગ રસીકો આનંદ ઉઠાવે છે તો તળ સુરતના આઠ મિત્રોના પરિવાર માટે પેચ કાપવા માટેનો દોરો નહીં પણ મિત્રતાનો દોરો વધુ મજબુત બને તે માટે ઉતરાયણની ઉજવણી કરી રહ્યાં છે.

બાળપણમાં ગોપીપુરામાં રહેતાં આઠ મિત્રાં ધંધાકીય વ્યસ્તતાના કારણે શહેરના જુદા જુદા વિસ્તારમાં ગયાં છે પરંતુ ઉતરાયણમાં એક જ ધાબા પર ભેગા થઈને ઉતરાયણ મનાવી રહ્યાં છે.

બાળપણના આ મિત્રોની મિત્રતા વધુ ગાઢ થવા માટે ઉતરાયણનો ફાળો ઘણો જ મહત્વનો રહ્યો છે. સુરતના પતંગ રસીકો પતંગ ચગાવવા માટે જ્યાં પવન વધુ હોય ત્યાં જઈને ઉતરાયણ કરતાં હોય છે. પરંતુ ગોપીપુરાના ખત્રી સમાજ અને પટેલ સમાજના આઠ મિત્રો પવન હોય કે ન હોય છેલ્લા ૫૦ વર્ષથી એક સાથે મળીને ઉતરાયણની ઉજવણી કરી રહ્યાં છે.

બાળપણથી સિનિયર સિટિઝન સુધી પહોંચેલા આ મિત્રોની મિત્રતા આજે પણ અતુટ  રાખવા પાછળ ઉતરાયણનો મોટો ભાગ છે. ગ્રુપના અરૃણ જરીવાલા કહે છે, નાનપણથી યુવાની સુધી અમે ગોપીપુરામાં રહેતા હતા.  લગ્ન પહેલા અને લગ્ન પછી અમારા આઠ મિત્રોનું ગ્રુપ એક જ ધાબે પતંગ ચગાવવા ભેગુ થતું હતું.

અમારી આ મિત્રતા એવી હતી કે છીપવાડમાં ૧૫ વર્ષ સુધી એક ધાબા પર ઉતરાયણ ઉજવી ત્યાર બાદ રૃસ્તમપુરામાં ૧૩ વર્ષ અને છેલ્લા ૨૨ વર્ષથી અમે યુનિર્વસીટી રોડ પર ગાયત્રી માતાના મંદિર નજીક મનહરભાઈની અગાસી પર પતંગ ચગાવવા ભેગા થઈએ છીએ। છેલ્લા ૫૦ વર્ષથી અમે એક ધાબા પર ભેગા થઈને ઉતરાયણ મનાવીએ છીએ ભગવાન જ્યાં સુધી જીવાડશે ત્યાં સુધી આ આઠ મિત્રો તથા તેમની પત્નીઓ સાથે જ ઉતરાયણ ઉજવીશું તેવો વિશ્વાસ છે.

ઠાકોરભાઈ કહે છે, ધંધાની વ્યસ્તતાના કારણે અમે ગોપીપુરાથી છુટા પડીને શહેરના જુદા જુદા વિસ્તારમાં રહેતાં થયાં છીએ. પરંતુ ઉતરાયણના દિવસે એક જ ધાબા પર ભેગા થવાનો ક્રમ અમારો બદલાતો નથી. યશવંતભાઈ કહે છે, અમારી બાળપણથી માંડીને સિનિયર સિટિઝન્સ સુધી દોસ્તી અતુટ રહી તેની પાછળ ઉતરાયણનો ફાળો નાનો સુનો નથી.

(તસવીર: દિલીપ રામસા)

Post Comments