Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અંડરગોટા ગામે ખેડૂત પરિવારના ઘરમાંથી ૧૮ તોલા દાગીના ચોરાયા

-દોલતભાઇ રાઠોડ નવસારી સંબંધીનું ઓપરેશન હોવાથી હોસ્પિટલ ગયા અને તસ્કરો હાથફેરો કરી ગયા

વલસાડ,તા.20 માર્ચ 2017, સોમવાર

વલસાડ તાલુકાના અંડરગોટા ગામે રહેતા ખેડૂતના બંધ મકાનમાંથી તસ્કરો ૧૮ તોલા સોનાના દાગીનાની ચોરી કરી ભાગી છૂટયાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગઈકાલે મકાન માલિક નવસારી ખાતે આવેલી હોસ્પિટલમાં સાળાને મળવા ગયા ત્યારે તસ્કરો હાથ ફેરો કરી ગયા હતા.

વલસાડ તાલુકાના અંડરગોટા ગામે દેસાઈવાડમાં ખેડૂત દોલતભાઈ ડાહ્યાભાઈ રાઠોડ પરિવાર સાથે રહે છે. ગઈકાલે  સાથે દોલતભાઈ અને પરિવારજનો નવસારી ખાતે આવેલી હોસ્પિટલમાં સાળાનું ઓપરેશન હોવાથી મકાન બંધ કરી ગયા હતા. રાત્રિ દરમિયાન તસ્કરો મકાનના દરવાજાનું તાળુ તોડી અંદર ઘૂસ્યા હતા. બાદમાં મકાનમાં રહેલા લોખંડના કબાટને તોડી તેમાંથી રૃા. ૩.૯૦ લાખની કિંમતના ૧૮ તોલા સોનાના દાગીનાની ચોરી કરી ભાગી છૂટયા હતા.

આજે સવારે પાડોશીએ દોલત રાઠોડના મકાનનો દરવાજો ખુલ્લો જોતા ફોનથી જાણકારી આપતા દોલત રાઠોડ પરિવાર સાથે ઘરે દોડી ગયા હતા. બાદમાં મકાનમાં તપાસ કરતા ચોરી થયાનું માલૂમ પડયું હતું. દોલત રાઠોડે આ બનાવ અંગે ડુંગરી પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Post Comments