Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પદ્માવતી ફિલ્મ પર માત્ર ગુજરાતમાં જ નહીં સમગ્ર દેશમાં રોક લગાવો

- વાપીમાં રાષ્ટ્રીય કરણીસેનાએ પત્રકાર પરિષદ બોલાવી માંગ કરી

- જેલમાં બંધ લોકોને મુક્ત કરો

વાપી, તા. 13 જાન્યુઆરી 2018, શનિવાર

ગુજરાત સરકારે પદ્માવતી ફિલ્મ પર રોક લગાવી છે, પરંતુ સમગ્ર દેશમાં ફિલ્મ પર રોક લગાવવાની અને ફિલ્મનો વિરોધ કરનારા લોકોને જેલમાંથી મુક્ત કરવાની આજે વાપીમાં રાષ્ટ્રીય કરણી સેનાએ બોલાવેલી પત્રકાર પરિષદમાં માંગ કરી હતી.

સંજય લીલા ભણસાલીની પદ્માવતી ફિલ્મના મુદ્દે સમગ્ર દેશભરમાં ભારે વિરોધનો ચરૃ ઉકળ્યો હતો. વિવિધ સંગઠનો દ્વારા ફિલ્મનેં રીલીઝ નહી કરવા દેખાવો કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. આજે આ મુદ્દે વાપીમાં રાષ્ટ્રીય કરણી સેનાએ બોલાવેલી પત્રકાર પરિષદમાં ભૂપેન્દ્રસિંગ અને ઉમરરાવ સિંગે  પદ્માવતી ફિલ્મ પર રોક લગાવવાના ગુજરાત સરકારના નિર્ણયને વધાવી આ ફિલ્મ પર માત્ર ગુજરાત નહીં પણ સમગ્ર દેશમાં રોક લગાવવા માંગ કરી હતી.

વધુમાં જણાવ્યું કે, ફિલ્મમાં પદ્માવતીના ઔતિહાસિક પાત્ર સાથે અનેક ચેડા કરવામાં આવ્યા છે. મા પદ્માવતી ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન જેવા રાજયોમાં રહેતી ૩૬ જેટલી જાતિઓ માટે આદર અને સન્માનીય નારી છે. તેના પર બનેલી ફિલ્મમાં તેઓને અલગ રીતે રજુ કરી સમાજની લાગણી દુભાવી છે. પદ્માવતી ફિલ્મનો વિરોધ કરનારાઓને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. તે તમામ વ્યકિતઓને મુકત કરાવવા પણ માંગ કરી હતી.

Post Comments