Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વ્યારામાં કોંગ્રેસના ચૂંટણી પ્રચારના વાહન ઉપર પથ્થરમારોઃ ભાજપ પર આક્ષેપ

-વ્યારાનગર કોંગ્રેસના ચૂંટણી કન્વીનર હસમુખ ભાવસાર માંડ બચ્યા

વ્યારા,તા.6 ડિસેમ્બર 2017,બુધવાર

તાપી જિલ્લાના વ્યારા સ્ટેશનરોડ પર કોંગ્રેસ કાર્યાલયની બહાર સમી સાંજે બાઇક પર આવેલા બે શખ્સોએ પ્રચાર માટેની ટવેરા પર પથ્થરમારો કર્યો હતો. જે દરમ્યાન કોંગ્રેસના નગર ચૂંટણી કન્વીનર માંડ બચ્યા હતા.  આ ભાજપનું કાવતરૃં ગણાવી વ્યારા પોલીસ મથકે ફરિયાદની કાર્યવાહી હાથ ધરાઇ હતી.

વ્યારાના સ્ટેશનરોડ પર કોંગ્રેસ ઉમેદવાર પુનાજી ગામીતનું કાર્યાલય છે. વ્યારા શહેર ચૂંટણી કન્વીનરની જવાબદારી સંભાળતા માજી  શહેર કોંગ્રેસ પ્રમુખ હસમુખ રણછોડભાઇ ભાવસાર આજે સાંજે ૭-૦૦ વાગ્યે ચૂંટણી પ્રચાર પૂર્ણ કરી તેમને પ્રચાર માટે ફાળવેલી ટવેરા (નં. જીજે-૧૯-એમ- ૪૨૩૪)માં ત્રણ-ચાર કાર્યકરો સાથે કાર્યાલય પર આવ્યા અને ત્યાં  ટવેરા પાર્ક કરી નીચે ઉતરી કાર્યાલય તરફ જતા હતા.

તે વેળા જ કાળા રંગની બાઇક પર પીછો કરતા આવેલા બે અજાણ્યા યુવકોએ રોંગસાઇડ બાઇક હંકારી  લાવી પથ્થરમારો કરી સ્ટેશન તરફ ભાગી છુટયા હતા. પથ્થરોથી ટવેરાનો આગળનો કાચ તૂટી ગયો હતો. હસમુખભાઇ પથ્થરોથી માંડ બચ્યા હતા.

ઘટના બાદ વ્યારા પોલીસ મથકે કાર્યકરો સાથે પહોંચી લેખિત અરજીકરાઇ છે. જેમાં હરીફ ભાજપના કાર્યકરોએ દ્વેષભાવ રાખીને પ્રચારમાં નહી નીકળીએ તે માટે ડરાવવા માટે આ કૃત્ય કર્યાનો ઉલ્લેખ કર્યો છે.

વ્યારા ન.પા.વિરોધ પક્ષ કોંગ્રેસના નેતા નિરવ અધ્વર્યુએ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી લખ્યું છે કે, વ્યારા વિધાનસભામાં હાર દેખાતા ભાજપીઓ દ્વારા ગુંડાગર્દી, ભાજપનું ગુંડારાજ, દાદાગીરીવાળો.. પથ્થરમારાના આક્ષેપ અંગે તાપી જિલ્લા યુવા ભાજપ મહામંત્રી અલ્પેશ પટેલે જણાવ્યું હતું કે, કોંગ્રેસે હાર માની લીધી છે, હવે આ રીતે ષડયંત્ર કરીને ભાજપને બદનામ કરે છે. જરુર પડે અમ ે પણ ફરિયાદ કરીશું.

Post Comments