Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પ્રેમિકા સાથે સબંધ રાખવા માતાએ ઇન્કાર કરતા પુત્રએ ફાંસો ખાધો

-જુના ઉમરપાડા ગામે જીગ્નેશ વસાવાએ વૃક્ષ સાથે ફાંસો લગાવી લીધો

બારડોલી,તા.20 એપ્રિલ 2017, ગુરૂવાર

ઉમરપાડા તાલુકાના જુના ઉમરપાડા ગામની સીમાં જંગલમાં જઇ ડેડીયાપાડા તાલુકાના ઉમરાણ ગામના યુવાને ખાખરાના વૃક્ષની ડાળીએ ઓઢણી બાંધી ગળા ફાસો ખાઇ લીધો હતો. મરનાર યુવાનને પ્રેમીકા સાથે સંબંધ રાખવા માતાએ ના પાડતા અંતિમ પગલુ ભર્યુ હતુ.

પોલીસ પાસેથી મળતી વિગત અનુસાર નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના ઉમરાણ ગામના જીગ્નેશ દિવેલીયાભાઇ વસાવા (ઉ.વ.૨૨) ને ઉમરપાડા તાલુકાના ખોડાઆંબા ગામની ૧૯ વર્ષની યુવતી સાથે પ્રેમ સંબંધ હતો.બંને વચ્ચેના પ્રેમ સંબધ જીગ્નેશ વસાવાની માતા ઉર્મિલાબેનને પસંદ ન હતા. ઉર્મિલાબેન પોતાના દિકરા જીગ્નેશને પ્રેમ સંબધ અંગે ના પાડતા જીગ્નેશને મનમાં લાગી અવતા ગતરોજ બપોરના સમયે પોતાની પ્રેમીકા પાસેથી ઓઢણી ખેંચી લઇ જુના ઉમરપાડાના જંગલમાં  ભાગી ગયો હતો  જીગ્નેશ વસાવા જંગલમાં જઇ ખાખરાના વૃક્ષની ડાળી સાથે ઓઢણી બાંધી ગળાફાસો ખાય લીધો હતો.

બનાવ અંગે ઉમરપાડા પોલીસે મરનાર જીગ્નેશ વસાવા સાથે પ્રેમસંબધ રાખનાર યુવતીની ફરિયાદ લઇ અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Post Comments