Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રાજકારણીઓ માટે પ્રચારનું હાથવગુ સાધન બની રહ્યું છે સોશિયલ મીડિયા

- પ્રચાર-વિરોધ માટે સોશિયલ મીડિયાનો ભરપુર ઉપયોગ

- ભાજપના પ્રચાર દરમિયાન વિરોધ માંડ આઠ દસ લોકોનો પણ તેઓએ ઉતારેલો વિડિયો ગણતરીની મીનીટોમાં હજારો લોકો નિહાળી રહ્યાં છે

(પ્રતિનિધિ  દ્વારા)    સુરત, શુક્રવાર તા. 10 નવેમ્બર 2017
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં રાજકીય પક્ષો માટે પ્રચાર કે વિરોધ કરવા માટે હાથવગુ સાધન બની રહ્યું છે શોશ્યલ મિડિયા. પ્રચાર હોય કે વિરોધ ગણતરીની મીનીટોમાં જ હજારો લોકોનો માબોઈલમાં મેસેજ પહોંચી રહ્યાં છે. ભાજપે ચૂંટણી પ્રચાર માટે શોશ્યલ મિડિયાનો ભરપુર ઉપયોગ કર્યો હતો પરંતુ આ ચૂંટણીમાં ભાજપની  શોશ્યલ મિડિયાનો ઉપયોગ કરવાની ટ્રીક ભાજપને ઘણી જગ્યાએ ભારે પડી રહી છે.

વિધાનસભાની ચૂંટણી જાહેર થયાં બાદ સુરત ભાજપે વિવિધ વિસ્તારમાં પ્રચાર અભિયાન શરૃ કરી દીધું છે. પાટીદાર બહુમતિ વિસ્તારવાળા કેટલાક વિસ્તારમાં ભાજપનો વિરોધ થઈ રહ્યોછે. પરંતુ હકીકત એવી છે કે આ વિરોધ કરનારા લોકો આઠથી દસ જ હોય છે. તેઓ જ્યારે વિરોધ કરવા આવે ત્યારે કેમેરો ચાલુ કરીને તેમા શુટીંગ કરેછે. ભાજપ વિરોધી સુત્રોચ્ચાર અને ભાજપના નેતાઓએ જગ્યા છોડી દેવી પડે તે તમામ વસ્તુનું રેકર્ડિંગ કરવમાં આવ્ છે. આઠ દસ લોકો વિરોધ કરી  રહ્યાં છે પરંતુ આ વિડિયો કે ફોટો ગણતરીની મીનીટોમાં હજારો  લોકોના મોબાઈલમાં શોશ્યલ મિડિયા મારફતે ફરતા થઈ રહ્યાં છે.

આવી જ રીતે ભાજપના નેતાઓ પણ એકલ દોકલ  જગ્યાએ પ્રચાર કરવા જાય છે જ્યાં વિરોધ થતો ન હોય તે ફોટા અને વિડિયો તેઓ વાઈરલ કરીને પ્રચાર સફળ થયો હોવાનું ગણાવી રહ્યાં છે. આમ ભાજપ-કોંગ્રેસના નેતાઓ સાથે કેટલાક પાટીદાર યુવાનો પણ પ્રચાર કે વિરોધ માટે શોશ્યલ મિડિયાનો ભરપુર ઉપયોગ કરી રહ્યાં છે. જેના કારણે  ગુજરાત વિધાનસભા ૨૦૧૭ની ચૂંટણીમાં શોશ્યલ મિડિયાનો પ્રચાર સૌથી વધુ થાય તેવી શક્યતા છે.

Post Comments