Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ટેલિકોમ ક્ષેત્રે ક્રાંતિ લાવનાર સામ પિત્રોડા કોંગ્રસના પ્રચાર માટે આવશે

- વિધાનસભા ચૂંટણી પહેલા રાષ્ટ્રીય નેતાઓના ધામા, ૧૩મી સામ પિત્રોડા, ૧૪મીએ રણજીત સુરજેવાલ સુરતમાં

(પ્રતિનિધિ  દ્વારા)      સુરત, શુક્રવાર તા. 10 નવેમ્બર 2017
રાહુલ ગાંધીની સુરત મુલાકાત બાદ કોંગ્રેસ હવે  સુરતમાં ટેલિકોમ ક્ષેત્રે ક્રાંતિ લાવનારા સામ પિત્રોડાને  ઉતારી રહી છે. ટેલિકોમ ક્ષેત્રે સામ પિત્રોડાનું મહત્વને કોઈ પણ નકારી શકે તેમ ન હોવાથી કોંગ્રેસ હવે આવી સ્વચ્છ છબી ધરાવતા નેતાઓને ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા મેદાનમાં  ઉતારી રહી છે.
૧૩ નવેમ્બરના રોજ સામ  પિત્રોડા દિવસ દરમિયાન વિવિધ ઉદ્યોગોના પ્રતિનિધિઓ અને એન.જી.ઓ.ના પ્રતિનિધિઓને મળશે. ત્યાર બાદ સાંજે તેઓ પત્રકાર પરિષદ સંબોધે તેવી પણ શક્યતા છે. સામ પિત્રોડાની ૧૩ નવેમ્બરની મુલાકાત બાદ ૧૪ નવેમ્બરના રોજ અહેમદ પટેલ વિજયી થયાં તે રાજ્ય સભાની ચૂંટણીમાં સક્રિય ભાગ ભજવનારા કોંગ્રેસના રણજીત સુરજેવાલ પણ સુરત આવી રહ્યાં છે. એક પછી એક કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ સુરતની મુલાકાતે આવતાં ભાજપના નેતાઓના ગઢમાં ગભરાટ ફેલાઈ રહ્યો છે.

Post Comments