Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સિવિલમાં PM રૃમ પાસે વધુ એકવાર ખાનગી એમ્બ્યુલન્સવાળા વચ્ચે મારામારી

- મોતનો મલાજો જાળવવાને બદલે મૃતકને લઇ જવા માટે ભાવ-તાલના મુદ્દે બખેડાથી તમાશોઃ બંનેને સારવાર માટે  દાખલ કરાયા

(પ્રતિનિધિ દ્વારા) સુરત,તા. 13 જાન્યુઆરી 2018, શનિવાર

સુરત નવી સિવિલ હોસ્પિટલની પોસ્ટમોર્ટમ રૃમ પાસે કેટલાક પ્રાઈવેટ એમ્બ્યુલન્સવાળા માટે લડવા માટે અખાડો બની ગયો હોય તેમ આજે ફરીએકવાર મૃતકને લઇ જવાના ભાવમાં વધ-ઘટ મુદ્દે એમ્બ્યુલન્સવાળા આમનેસામને આવી ગયા હતા. એક એમ્બ્યુલન્સ કાચ તોડી નખાતા મામલો તંગ બની ગયો હતો.

પ્રાપ્ત વિગત મુજબ સુરત નવી સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૃમમાં વિવિધ રીતે મૃત્યુ પામેલા વ્યક્તિઓના મૃતદેહ મુકવામાં આવે છે.  અહી બહાર ગમગીન માહોલ હોય છે. મૃતકના સંબંધીઓને બેસવા માટે બાકડા મુકવામાં આવેલા છે. ત્યાં પી.એમ. રૃમ પાસે છેલ્લા કેટલાક સમયથી ખાનગી એમ્બ્યુલન્સના ડ્રાઈવરો સહિતના વ્યક્તિઓ અડીંગો જમાવીને બેસે છે. એક તરફ મૃતકના પરિવારજનોના આંખમાંથી આંસુ સરે છે તો બીજી તરફ કેટલાક ડ્રાઈવરો જાહેરમાં હસી-મજાક કે ગાળાગાળી કરતા હોય છે.

જો કે છેલ્લા ૪ થી ૫ માસ દરમિયાન સિવિલના પોસ્ટમોર્ટમ રૃમ પાસે અડિંગો જમાવાત આ લોકો વચ્ચે એમ્બ્યુલન્સના ભાડા બાબતે ૪ વખત ઝઘડો થઈ ચુક્યો છે. દરમિયાન આજે બપોરે નવી સિવિલથી ઉત્તરપ્રદેશ ખાતે પુરૃષનો મૃતદેહ પ્રાઈવેટ એમ્બ્યુલન્સમાં લઈ જવાનું તેમના પરિવારે નક્કી કર્યુ હતું. એક પ્રાઈવેટ એમ્બ્યુલન્સવાળા ગૌરવ નરવડે (ઉ.વ.૧૭, રહે. ડીંડોલી) અને બીજા એમ્બ્યુલન્સના ડ્રાઈવર સલમાન શેખ (ઉ.વ.૨૮, રહે-કામરેજ) વચ્ચે મૃતદેહ લઈ જવાના ભાડાના મુદ્દે રકઝક શરૃ થઈ હતી. બાદમાં બંનેએ એકબીજાના માર મારવાનું શરૃ કર્યુ હતું. અને મોતનો મલાજો જાળવવાને બદલે હોબાળો પણ મચાવ્યો હતો. આ દ્રશ્યો જોઇનએ મૃતકના સંબંધીઓ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા.

તે દરમિયાન સલમાને એમ્બ્યુલન્સનો કાચ ફોડી નાંખ્યો હતો. તેથી મામલો તંગ બની રહયો હતો પણ અન્ય એમ્બ્યુલન્સવાળાઓએ દરમિયાગીરી કરી મામલો થાળે પાડયો હતો. ઈજા પામેલા ગૌરવ અને સલમાન સારવાર અર્થે નવી સિવિલમાં ખસેડાયા બાદ મામલો ખટોદરા પોલીસ મથકે પહોંચ્યો છે.

સલમાને અગાઉ પણ ત્રણ વ્યક્તિ સાથે મારામારી કરેલી

નવી સિવિલના પી.એમ. રૃમ પાસે અડીંગો જમાવતા ખાનગી એમ્બ્યુલન્સના ડ્રાઈવરોમાં સૌથી વધુ ચર્ચાતુ નામ સલમાન છે. છેલ્લા ૪ થી ૫ માસમાં સલમાને એમ્બ્યુલન્સના ભાડાના મુદ્દે અગાઉ ત્રણ વ્યક્તિને માર માર્યા હતા. બાદમાં આજે ગૌરવને પણ માર્યો હતો. જો કે ખટોદરા પોલીસના તેના પર આશિર્વાદ હોવાથી ધીરે ધીરે દાદાગીરી વધી રહી હોવાની ચર્ચા છે.

દર્દીને લવાયા બાદ એમ્બ્યુલન્સો સિવિલ કેમ્પસમાં જ પડી રહે છે

નવી સિવિલ હોસ્પિટલમાં પી.એમ. રૃમ પાસે કે પાર્કિંગમાં ખાનગી એમ્બ્યુલન્સ પાર્ક કરાય છે. જેથી સિવિલના તબીબોએ રોડ પર કાર પાર્ક કરવી પડે છે. એટલું જ નહીં ખાનગી એમ્બ્યુલન્સ સિવિલમાં દર્દી મુકીને કેમ્પસની બહાર જવાને બદલે કેમ્પસમાં પાર્ક કરી દેવાય છે. જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં કેમ્પસમાં પ્રાઈવેટ એમ્બ્યુલન્સ પાર્ક કરવા દેવાતી નથી. દર્દીને મુકીને કેમ્પસ છોડી દેવાનું હોય છે.

Post Comments