Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વડાપ્રધાનના ફોટા સાથે બેંક કૌભાંડના ભાગેડુઓ અને જય શાહના ફોટા લાગ્યા

-નરેન્દ્ર મોદીના આગમન સાથે કેટલીક જગ્યો છુપો વિરોધ

-નિરવ મોદી, લલિત મોદી, વિજય માલ્યાના ફોટા વચ્ચે એન્જીનિયર, ડૉક્ટર, વકીલ જેવા એજ્યુકેટેડો પકોડા વેચતા

સુરત,તા.25 ફેબ્રુઆરી 2018,રવિવાર

સુરતમાં મેરેથોન દોડને લીલી ઝંડી આપવા માટે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે કેટલીક જગ્યાએ છુપો વિરોધ પણ જોવા મળી રહ્યો છે. મેરેથોનના રૃટ પર ગઈકાલે રાત્રે કેટલીક જગ્યાએ મોદીના વિરોધમાં પોસ્ટર ચીપકાવાયા હતા.

આ પોસ્ટરના ફોટામાં રન ફોર ન્યુ ઈન્ડિયાના સ્લોગન સાથે બેંક લોન લઈ ભાગેલા ભાગેડુઓ તથા વિવાદમાં આવેલા કેટલાકના ફોટોગ્રાફ છે. જોકે, આવા પોસ્ટર ઘણી ઓછી જગ્યાએ લાગ્યા છે.

સુરતમાં રવિવારે મેરથોન પહેલા આખા રૃટને લાઈટીંગવાળો કરીને સારામાં સારૃ ડેકોરેશન કરવાામાં આવ્યું હતું. મેરેથોનના રૃટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટોગ્રાફ સાથે રન ફોર ન્યુ ઈન્ડિયાના મોટા બેનર અને પોસ્ટરો પણ લગાવ્યા હતા. વડાપ્રધાન મોદીને આવકારતા મોટા બેનરો-હોર્ડિગ્સ સાથે સાથે કેટલીક જગ્યાએ મોદીનો વિરોધ પણ જોવા મળી રહ્યો છે.

મેરેથોનના રૃટ પર આવેલા વનિતા વિશ્રમ નજીક ગઈકાલે રાત્રે કેટલાક પોસ્ટર ચીપકાવવામાં આવ્યા હતા. આ પોસ્ટરમાં વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટોગ્રાફ સાથે રન ફોર ન્યુ ઈન્ડિયાનું સ્લોગન જોવા મળે છે. જ્યારે પોસ્ટરની એક બાજુ બેંક કૌભાંડમાં વિવાદી અને ભાગેડુ કહેવાતા  નિરવ મોદી, લલીત મોદી અને વિજય માલ્યાના ફોટો છે.

આ ફોટાની નીચે ગૌતમ અદાણી અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહના પુત્ર જય શાહનો ફોટો લગાવાયો છે. જ્યારે બીજી તરફ એન્જીનિયર, ડોક્ટર, વકીલ જેવા એજ્યુકેટેડો પકોડા વેચતા હોય તેવું દર્શાવવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારતા મોટા હોર્ડિંગ્સ વચ્ચે આવા વિવાદી પોસ્ટરના કારણે વિવાદ ઉભો થયો છે.

Post Comments