Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પાસની બોટાદ શિબિર ચિંતન શિબિર નહીં, સંભોગ શિબિર છેઃમાંગુકીયા

- પાસથી છુટા પડેલા યુવાનનો હાર્દિક એન્ડ કંપની પર ગંભીર આક્ષેપ

- હાર્દિક સાથે સુરતના પાટીદારો નથી તે ચુંટણીનું પરિણામ બતાવે છે

- હાર્દિકના કારણે સમાજના યુવાનો વડીલો વચ્ચે ખાઈ વધી છે

(પ્રતિનિધિ  દ્વારા)સુરત, તા. 29 ડિસેમ્બર 2017,શુક્રવાર

પાટીદાર અનામત આંદોલન સાથે જોડાયેલા સુરતના એક પાટીદાર યુવાને હાર્દિક પટેલ એન્ડ  કંપની સામે ગંભીર આક્ષેપ કર્યા છે. તેઓએ  બોટાદની ચિંતન શિબિર નહીં પણ સંભોગ શિબિર હોવાનું જણાવી તેમાં પાસના કન્વીનર નહીં પણ નવા કોંગ્રેસના એજન્ટ નિમવાની કામગીરી કરવામાં આવેશે તેમ જણાવ્યું હતું. પાસનો છેડો ફાડી ભાજપ સાથે જોડાયેલા સુરતના વિજય માંગુકીયાએ  હાર્દિક પટેલ અંગે કહ્યું હતું કે,  અનામત આંદોલનના પ્રણેતાએ ગુજરાતની અસ્મિતા ખરડવા તથા પાટીદારની આબરૂ ખરીદવા માટેનો જાણીતો ચહેરો છે આવતી કાલે ચિંતન શિબિરનું આયોજન છે તે કોંગ્રેસના એજન્ટો નિમવાની કામગીરી માટેનું શિબિર છે.   આ ચિંતન શિબિર નહીં પણ આ સંભોગ શિબિર છે  કારણ જે પ્રમાણે ભુતકાળમાં સીડી આવી છે અને આવનારા દિવસોમાં પણ સીડી આવવાની છે તેથી કહી શકાય કે આ હવસખોર ટોળકીઓ  પાટીદાર સમાજને કોંગ્રેસના એજન્ટ બનાવવા માટે કામ કરી રહી છે.

છેલ્લા અઢી વર્ષથી પાટીદાર આંદોલનમાં સક્રિય રહીને અનામતની માંગણી કરી રહ્યાં છે અને માર પણ ખાધો છે. પણ ચૂંટણીના  સમયે કોંગ્રેસ તરફી વાતાવરણ બનાવી કોંગ્રેસના એજન્ટ બનાવાવનો પ્રયાસ કરવામા આવ્યો ત્યારથી અમે વિમુખ થયાં છે. કેશુબાપાની વાત કરી હવસખોર હાર્દિક સમાજને ગુમરાહ કરવાની વાત કરે છે. તેણે કેશુબાપાને નહીં માધવસિંહ સોલંકીને યાદ કરવા જોઈએ તેણે કેશુબાપાની નામ બદનમાં કરવાની વાત કરી છે તે સમાજના મોભીઓએ પણ વિચારવું જોઈએ. પાટીદોરને અમાનત  કાયદાકીય રીતે કેવી રીતે મળે તેનો વિચાર કરવો જોઈએ.  હાર્દિક તોડ જોડ અને તોડફોડની વાત કરી  ગુજરાતના યુવાનોને ગેરમાર્ગે દોરવાની વાત કરે છે.

પાટીદાર સમાજના યુવાનોને ગેરમાર્ગે દોરવાનું કામ કરતાં હાર્દિકને ચેતવણી આપતાં કહ્યું હતું કે, હવે રોકાઈ જજે સુરતના પાટીદાર સમાજે બતાવી દીધું છે કે, કોઈ હાર્દિક પટેલ સાથે નથી અને સંપુર્ણ રીતે સમજી ગયો છે.મન્નત હોટલ કાંડની વાત હજી બહાર આવી નથી તેમાં હાર્દિક અને તેના હવસખોર સાથીદારોઓ જે પ્રવૃત્તિ કરી છે તેમાં પાસને જાણ હોવા છતાં બધા આંખ આડા કાન કરી રહ્યા છે. હાર્દિકના કારણે પાટીદાર યુવાનો અને વડિલો વચ્ચે મોટી ખાઈ પડી ગઈ છે તેને વધારવાનું કામ હાર્દિક અને તેના લોકો કરી રહ્યાં છે. જીજ્ઞેશ મેવાણી એન્ટી ઈન્ડિયન છે તેમ છતાં પણ પાટીદાર સમાજના છાંતી પર પગ રાખીને પોતાનો રાજકીય રોટલો શેકે છે  તથા અલ્પેશ અને હાર્દિક તેને સપોર્ટ કરીને કોંગ્રસના એજન્ટ બની રહ્યાં છે. પોલીસ બંદોસ્ત અંગે પુછાતા તેઓએ કહ્યું હતું કે, કોઈ તત્વો દ્વારા તોફાન કરાવવામાં આવે અને મિડિયા પર પણ પથ્થરમારો ન થાય તે માટે પોલીસ બંદોબસ્ત અપાયો હોવાની વાત તેઓએ કરી હતી.

કામરેજના ઉમેદવારે ટિકિટ બદલવા યુવાનોને બુલેટની ઓફર કરી હતી

હાર્દિક પટેલન હવસખોર અને કોંગ્રે સના એજન્ટ કહ્યા બાદ સુરતના વિજય માંગુકીયાએ કામરેજની ચુંટણી લડેલા કોંગ્રેસના અશોક જીરાવાલા સામે પણ ગંભીર આરોપ કર્યા હતા. તેઓએ કહ્યું હતું કે, કોંગ્રેસના ઉમેદવાર જાહેર કરી દીધા બાદ જેમનું નામ ન આવ્યું તેવા અશોક જીરાવાલાએ  પાસ સાથે સંકળાયેલા વીસેક યુવાનોને બુલેટ અપાવવા માટેની વાત કરી હતી. મારી ટીકીટ ફાઈનલ કરાવી દો હું તમને બુલેટ અપાવી દઈશ તેવું કહ્યું હતું ગુપ્તતામાં થયેલી આ વાત બહાર આવી ન હતી. પણ હાર સહન કર્યા પછી બુલેટનું શું થયું તેમને ખબર નથી તેવું કહેવાયું હતું.

(તસવીર: દિલીપ રામસા)


લેટેસ્ટ સમાચારોની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઇક કરો તથા ટ્વિટર પર ફોલો કરો

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

Post Comments