Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

નોઈડાનો કાપડ વેપારી રૃ. ૩૦.૬૦ લાખ ચૂકવ્યા વિના ફરાર

રીંગરોડ મેટ્રો ટાવરના વેપારીઓએ દલાલ મારફત માલ મંગાવ્યા બાદ પેમેન્ટ ચૂકવ્યા વગર ગાયબ

(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 13 જાન્યુઆરી 2018, શનિવાર

સુરતના રીંગરોડ મેટ્રો ટાવર માર્કેટના કાપડ વેપારી પાસેથી દલાલ મારફતે કાપડ ખરીદી પેમેન્ટના રૃ. ૩૦.૬૦ લાખ ચૂકવ્યા વિના નોઈડાનો કાપડ વેપારી ફેકટરી બંધ કરી ભાગી છૂટયો હતો.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ દિલ્હીના વતની અને સુરતમાં સીટીલાઈટ અણુવ્રત દ્વાર પાસે આશીર્વાદ પાર્ક બી/૪૦૬ માં રહેતા સુશીલભાઈ સંતલાલ જૈન રીંગરોડ મેટ્રો ટાવર માર્કેટમાં જૈન ટેક્ષ એક્ષ્પોર્ટના નામે કાપડનો વેપાર કરે છે. ગત મે, ૨૦૧૫ માં ઉત્તરપ્રદેશના નોઈડાના ફેઈઝ-૨, હોઝીયરી કોમ્પલેક્ષમાં પલ્લવી ક્રિએશન ઈન્ડિયાના નામે વેપાર કરતા ગૌરવભાઈએ દલાલ મારફતે સુશીલભાઈનો સંપર્ક કરી વેપાર શરૃ કર્યો હતો.

સુશીલભાઈએ બે માસના સમયગાળામાં દલાલ વિક્રાંત સ્વામી મારફતે ગૌરવભાઈએ રૃ. ૪૭,૬૩,૨૬૬ નું ગ્રે કાપડ મોકલ્યું હતું. ગૌરવભાઈએ રૃ. ૧૭,૦૩,૩૩૦ ચૂકવ્યા હતા જ્યારે બાકીના રૃ. ૩૦,૫૯,૯૩૬ ચૂકવવાને બદલે બહાનાં કાઢી બાદમાં પોતાનો વેપાર, ફેક્ટરી બંધ કરી ગૌરવભાઈ ફરાર થઈ ગયા હતા. આ અંગે સુશીલભાઈએ ગૌરવભાઈ (રહે. એચ/૪૭, શિવદુર્ગા વિહાર, લાખાપુર, ફરીદાબાદ, હરીયાણા) વિરુધ્ધ ગતરોજ સલાબતપુરા પાલેીસ મથકમાં છેતરપીંડીની ફરિયાદ નોંધાવી હતી. વધુ તપાસ પીએસઆઈ એલ. જી. દેસાઈ કરી રહ્યાં છે.

Post Comments