Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

નિરવ મોદીની સુરતની એસઈઝેડ સહિતની મિલકતો પણ ટાંચમાં લેવાશે

- સુરતની મિલકતોને પણ ટાંચમાં લેવામાં આવશે

- સુરતના એસઈઝેડ યુનિટોમાંથી સીઝ ૧૭૫૦ કરોડના ડાયમંડ સહિતના અન્ય સંપત્તિ પર એટેચમેન્ટની કાર્યવાહી કરાશે

(પ્રતિનિધિ દ્વારા)     સુરત, તા. 26 ફેબ્રુઆરી 2018, સોમવાર

પંજાબ નેશનલ બેંક કૌભાંડમાં સંડોવાયેલા નિરવ મોદી તથા મામા મેહુલ ચોકસીની સુરતના સ્પેશ્યલ ઈકોનોમિક ઝોનમાં આવેલા ફાયર સ્ટાર ડાયમંડ યુનિટ તથા સીસ્ટર્સ કન્સર્ન કંપનીઓની મિલકતો પણ ટાંચમાં લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

પીએનબી કૌભાંડમાં સંડોવાયેલા નિરવ મોદી તથા મેહુલ ચોકસીની ગીતાંજલિ જેમ્સના દેશભરમાં આવેલી અંદાજે ૫૨૩ કરોડની કિંમતની ૨૧ જેટલી સંપત્તિ ટાંચમાં લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જેના પગલે નિરવ મોદીના સચીનના એસઈઝેડ યુનિટ ફાયર સ્ટાર ડાયમંડ સહિત અન્ય ત્રણ જેટલી સિસ્ટર્સ કન્સર્ન યુનિટમાંથી ઈડીના સકંજામાં આવી હતી.જેમાંથી ઈડીએ ઝડપેલા ૧૭૫૦ કરોડની કિંમતના ડાયમંડ સ્ટોન સહિત અન્ય સ્થાવર જંગમ મિલકતો પણ એટચમેન્ટની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.અત્રે નોંધનીય છે કે નિરવ મોદીના સુરતમાં આવેલી અન્ય સ્થાવર મિલકતોના કબજા માલિકી અંગેના વેરીફિકેશનની કાર્યવાહી જારી છે.જેથી દેશભરમાં આવેલી નિરવ મોદી મેહુલ ચોકસીની સ્થાવર જંગમ મિલકતો સાથે સુરતની મિલકતોને પણ ટાંચમાં લેવામાં આવશે.

Post Comments