Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

નવસારીના ભુલાફળિયામાં મોટાભાઇની ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરતો નાનોભાઇ

- ઉધરસ કરતા ભત્રીજાને ગાળો નહીં આપવાનું કહ્યું તો ઉશ્કેરાટમાં આવી નાનાભાઇએ મોટાને ચપ્પુના જીવલેણ ઘા ઝીંકી દીધા

નવસારી,  તા. 9 ફેબ્રુઆરી 2018, શુક્રવાર

નવસારી નજીક ને.હા.નં. ૪૮ ઉપર આવેલા ભુલાફળિયા ગામે ઉધરસ કરતા ભત્રીજાને ગાળો આપતા નાનાભાઇને ગાળો નહીં આપવાનું કહેનાર મોટાભાઇ ઉપર નાનાભાઇએ ધારદાર ચપ્પુ વડે  હુમલો કરી  માથા, છાતી અને પેટના ભાગે ઉપરાછાપરી ચારેક મરણતોલ ઘા ઝીંકી દઇ મોતને ઘાટ ઉતારી  દેતાં ચકચાર મચી છે.

નવસારી નજીકના ભુલાફળિયા ગામે  નવાફળિયા મહોલ્લામાં રહેતા પ્રવિણભાઇ જેઠાભાઇ રાઠોડ (ઉ.વ. ૫૬) બે સંતાનોના પિતા અને મજુરી કામ કરી ગુજરાન ચલાવતા હતા. ગઇકાલે રાત્રે તેમનો પુત્ર અર્જુન રાઠોડ ઉધરત કરતો હતો ત્યારે તેમની બાજુમાં રહેતા અર્જુનો કાકો મંગુ જેઠાભાઇ રાઠોડે  તું કેમ ખાંસી ખાય છે, તું બિમાર છે કે કેમ? તેમ કહી ગાળો આપવા લાગ્યો હતો. આથી અર્જુનના પિતા પ્રવિણભાઇ ઘરની બહાર આવીને નાનાભાઇ મંગુને ગાળો નહીં આપવા જણાવતા મંગુ તેની સાથે પણ ઝઘડો કરી બેફામ ગાળો આપવા લાગ્યો હતો. બાદમાં એકદમ ઉશ્કેરાઇ જઇને ઘરમાંથી ધારદાર ચપ્પુ લઇ આવી પ્રવિણભાઇ ઉપર જીવલેણ હુમલો કર્યો હતો.

છાતીના, પેટના અને માથાના પાછળના ભાગે ઉપરાછાપરી ચારેક જેટલા મરણતોલ ઘા ઝીંકી દેતાં મરણચીસો પાડી પ્રવિણભાઇ જમીન ઉપર લોહીલુહાણ હાલતમાં ઢળી પડયા હતા. આથી અર્જુન અને મહોલ્લાનાં લોકો દોડી આવતા મંગુ અંધારામાં ફરાર થઇ ગયો હતો. ગંભીર ઇજાગ્રસ્ત પ્રવિણભાઇને બેભાન હાલતમાં ખડસુપા પીએચસીમાં લઇ જતાં ફરજ પરના ડોકટરે મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે રૃરલ પોલીસમાં અર્જુને ફરિયાદ નોંધાવતા પી.આઇ. બી.એમ. પરમારની ટીમે ઘટનાસ્થળે ધસી જઇ ગણતરીના કલાકોમાં મંગુ રાઠોડની ધરપકડ કરી જેલમાં ધકેલી દીધો હતો.

Post Comments