Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સમાજના નેતાઓ અને કાર્યકરો સાથે નેતાઓ કરશે 'બ્રિજ કોલ'થી સંપર્ક

- ૨૦૧૭ વિધાનસભાની ચૂંટણીમાં થશે હાઈટેક પ્રચાર : એક ફોનથી હજારો કાર્યકરોનો સંપર્ક થઈ શકશે

- ભાજપના ધારાસભ્યએ એક સાથે ૫૮૦૦ પેજ પ્રમુખ સાથે વાત થાય તેવું સોફ્ટવેર મંગાવ્યું

(પ્રતિનિધિ  દ્વારા)          સુરત, શુક્રવાર તા. 10 નવેમ્બ 2017
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે રાજકીય પક્ષોએ ટેકનોલોજીનો ભરપુર ઉપયોગ કરવા માટે મન બનાવી લીધું છે. શોશ્યલ મિડિયા અને ટેલિફોન સંપર્ક ઉપરાંત હવે એક સાથે હજારો કાર્યકરો કે અગ્રણીઓ સાથે એક જ ફોનથી સંપર્ક થઈ શકે તેવું આયોજન થઈ રહ્યું છે. એક સાથે હજારો લોકો સાથે વાત થાય તેવો બ્રિજ કોલનો ઉપયોગ પણ વિધાનસભાની ચૂંટણીમાં થશે.

સુરત ભાજપના એક ધારાસભ્ય અને આગામી વિધાનસભાની ચૂંટણીના દાવેદારે આગામી ચૂંટણીમાં ' બ્રિજ કોલ'ની ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે આયોજન કરી દીધું છે.  પોતાના વિસ્તારના ૫૮૦૦ પેજ પ્રમુખ સાથે એક સાથે વાત થઈ શકે તેવું સેટઅપ ધારાસભ્ય ગોઠવી રહ્યાં છે.

આ ઉપરાંત તેમના વિસ્તારના વિવિધ સમાજના આગેવાનાના ફોન નંબર પર સોફ્ટવેરમાં ફીટ કરી દેવામાં આવ્યા છે. એક જ ફોનથી હજારો કાર્યકરો, સમાજના અગ્રણીઓ સાથે સીધી વાત થઈ શકે તેવો બ્રિજ કોલનો ઉપયોગ કરવામાં આવશે. ભાજપને હાલ ડો ટુ ડોર પ્રચારમાં મુશ્કેલી પડી રહી હોવાથી બ્રિજ કોલનો ઉપયોગ ભાજપના નેતાઓ માટે આર્શિવાદ સાબિત થઈ શકે છે. ભાજપ ઉપરાંત કોંગ્રેસે પણ ટેકનોલોજીનો ભરપુર ઉપયોગ શરૃ કરી દીધો છે. વિવિધ પ્રકારના મેસેજ સાથે શોશ્યલ મિડિયામાં કોંગ્રસ પ્રચાર કરી રહ્યું છે.  આગામી વિધાનસભાની ચૂંટણમાં હાઈટેક પ્રચારનો ભરપુર ઉપયોગ કરવાનો પ્રારંભ થઈ ચુક્યો છે.

Post Comments