Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કતારગામ- કરંજ બેઠક પર પાટીદાર તૃષ્ટિકરણ ભાજપને ભારે પડી શકે

-નારાજ પાટીદારોને મનાવવા માટે ઘુંટણે પડવાની નીતિ

સુરત, તા.9 નવેમ્બર 2017,ગુરૃવાર

સુરતની ૧૨ બેઠકમાં કેટલીક બેઠક પર પાટીદાર બહુમતિ ન હોવા છતાં પાટીદારોને ફાળવી દેતા આ ચૂંટણીમાં ભાજપે ઓ.બી.સી. સમાજની નારાજગીનો સામનો કરવો પડી શકે છે.  ભાજપની પાટીદાર તૃષ્ટીકરણની નીતિના કારણે ઓ.બી.સી. મતદાર વધુ હોવા છતા ંભાજપ છેલ્લા કેટલાક વખતથી પાટીદારને જ ટીકીટ ફાળવે છે.

આ.બી.સી. મતદાર ભાજપ સાથે હોવાથી આવી બેઠક ભાજપ જીતી જાય છે પરંતુ આ વખતે બદલાયેલા સમીકરણ જોતાં ભાજપની પાટીદાર તૃષ્ટિકરણની નીતિ ભાજપને ભારે પડી શકે તેમ છે.

સુરત કતારગામ વિધાનસભામાં ૨.૭૮ લાખ મતદારોમાં પાટીદાર મતદારો ૨૮ ટકા જેટલા જ છે  જ્યારે ઓ.બી.સી. મતદાર ૧.૧૦ લાખ (૪૦ ટકા)છે. ગત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે ઓ.બી.સી. ઉમેદવાર ઉતાર્યો હોવા છતાં ઓ.બી.સી.મતદારો ભાજપ તરફી રહ્યાં હતા અને પાટીદારોના મત વહેચાયા હતા. ઓ.બી.સી. મતદારોના કારણે કતારગામની બેઠક ભાજપ જીત્યું હતું.

૨૦૧૫ સુરત મ્યુનિ.ની ચૂંટણીમાં પાટીદાર પાવર વચ્ચે પણ ઓ.બી.સી. મતદારો ભાજપ સાથે રહેતા આ વિસ્તારની પેનલ ભાજપને ફાળે ગઈ હતી. આ વિસ્તાર પર ઓ.બી.સી. મતદારોનો ઝોક ભાજપ તરફનો હોવા છતાં પણ ભાજપ આ બેઠક પર પાટીદારને જ ટીકીટ ફાળવે છે.

ગુજરાત વિધાનસભા ૨૦૧૭ની ચૂંટણીમાં બદલાયેલા સમીકરણ જોતાં હવે કતારગામ બેઠક પર ઓ.બી.સી. ઉમેદવાર ભાજપ ન મુકે તો ભાજપની મુશ્કેલી વધી શકે છે. આવી જ રીતે કરંજ વિધાનસભા વિસ્તારમાં પણ ઓ.બી.સી. મતદારોનું પ્રભુત્વ વધુ હોવા ઉપરાંત ઓ.બી.સી. મતદાર ભાજપની પડખે જ ઉભો રહે છે જેથી આ વિસ્તારમાં પણ ઓ.બી.,સી. ઉમેદવારની માગણી થઈ રહી છે.

સુરત સહિત સમગ્ર ગુજરાતમાં પાટીદારોના તૃષ્ટીકરણની નીતિના કારણે ઓ.બી.સી. સમાજમાં નારાજગી જોવા મળી રહી છે. પાટીદારોને સાચવવામાં ઓ.બી.સી. સમાજની નારાજગીનો ભોગ ભાજપે બનવું પડે તેવી અટકળ શરૃ થઈ ગઈ છે.

Post Comments