Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગુજરાતમાંથી કોંગ્રેસને ઉખેડી ફેંકવાનો સમય આવી ગયો છે

-સુરત-તાપી જિલ્લાના અગ્રણી-કાર્યકરોને આપ્યો ચૂંટણી વિજય માટે મંત્ર

-ગામડે પ્રચારમાં જાવ ત્યારે સામાજીક આગેવાનોને સાથે રાખોઃઅમિત શાહ

બારડોલી, તા.9 નવેમ્બર 2017,ગુરૃવાર

સુરત અને તાપી જિલ્લાની ૯ વિધાનસભા બેઠકના ભાજપના આગેવાનો સાથે અને શક્તિ કેન્દ્ર  સશક્તિકરણ માટે  બારડોલી ખાતે ઉપસ્થિત રહેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતશાહે ચુંટણી જીતવાનો મંત્ર આપ્યો હતો. આપણે ૧૫૦ બેઠકના લક્ષ્યાંક સામે ૧૪૯ બેઠક આવેતો વિજય સરઘસ કાઢવાનો અધિકાર નથી એમ તેમણે કાર્યકરોને જણાવ્યું હતું.

બારડોલી નજીક બાબેન ખાતે હેલીકોપ્ટરમાંથી ઉતરેલ અમિત શાહનું બાઇક રેલી દ્વારા સ્વાગત કરાયુ ંહતું. તેઓ સીધા શાસ્ત્રી રોડ પર સાઇ ક્રિષ્ના રેસીડેન્સી ખાતેના હોલમાં પહોંચ્યા હતા અને સુરત-તાપી જિલ્લાના ૬૦ જેટલા આગેવાનો સાથે બેઠક યોજી હતી.  બેઠકમાં ચૂંટણી જીતવા માર્ગદર્શન સાથે સુચનો મેળવ્યા હતા. ત્યારબાદ સ્વરાજ આશ્રમ ગ્રાઉન્ડ સામે સરદાર પટેલ ટાઉન હોલમાં શક્તિકેન્દ્રના અગ્રણીઓ તાલુકા-જિલ્લાપંચાયત, નગરપાલિકાના તમામ સભ્યોસાથે બેઠક કરી હતી.

બેઠકમાં અમીત શાહે જણાવ્યુ કે આપણે એક પણ એવુ કામ નથી કર્યુ કે લોકો પાસે જઇ ન  શકીએ. કોંગ્રેસે માત્ર ભ્રષ્ટાચાર જ કર્યો છે. ગુજરાતમાંથી કોંગ્રેસને ઉખેડી ફંેકવાનો સમય આવી ગયો છે. દરેક કાર્યકર લોકોના ઘરે ઘરે જઇ સરકારની કામગીરી પહોંચાડે તેમજ પ્રચાર માટે ઘરે ઘરે જઇ આપણા નંબર ઉપર મિસકોલ કરાવો જેથી તમારી કામગીરી અમારા સુધી પહોંચી શકે.

ચૂંટણી જીતવાના ચાર તબ્બકામાં મતદાનના દિવસની કામગીરીની સમજ રણ આપી હતી. દરેક કાર્યકરે પોતાના પરીવારનું મતદાન  સવારે ૧૦ વાગ્યા પહેલા કરાવી દેવાનું ત્યાર બાદ ભાજપની ભગીની સંસ્થાઓના કાર્યકરોના પરીવારનું મતદાન કરાવવાનું રહેશે.ગામડે પ્રચારમા જાવ ત્યારે સામાજીક આગેવાનોને હંમેશા સાથે રાખો.

કાર્યકરો સાથેની  બેઠક બાદ અમિત શાહ  સીધા હિરાચંદ નગર ખાતે સરદાર બાગ શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘના  ઉપાશ્રયમાં બિરાજમાંન આર્ચાય રત્નસુંદર મહરાજના દર્શન કરવા ગયા હતા.જ્યાં આશિર્વાદ લઇને  હેલીકોપ્ટર મારફત અમદાવાદ જવા રવાના થયા હતા. બારડોલી ખાતે આગેવાનોે અને કાર્યકરોની બેઠક સહિત તમામ કાર્યક્રમમાં મિડીયાને દુર રાખવામાં આવ્યા હતા.

૧૫૦ બેઠકનું લક્ષ્ય, ૧૪૯ આવે તો વિજય સરઘસનો અધિકાર નથી

અમિત શાહે ભાર પુર્વક કહ્યુ કે, કમળથી તમે છો તમારાથી કમળ નથી મારાથી પાર્ટી ચાલે છે એ ભુલી જાવો તમારો વિખવાદ ફગાવીદો, કાર્યકરોનું મનોબળ તોડે છે. જે ઉમેદવાર આવે તે નામ નથી જોવાનું માત્ર કમળનું નિશાન જોઇ મતદાન કરવાનું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ૧૫૦ બેઠકનું લક્ષ્ય આપેલુ છે.  જો ૧૪૯ બેઠક આવે તો વિજય સરઘસ કાઢવાનો કોઇ અધિકાર નથી.

બેઠકમાં ૧૦૦૦ અપેક્ષિતો સામે ૭૦૦ની ક્ષમતાવાળો હોલ રખાતા આગેવાનોએ બહાર બેસવું પડયું

સરદાર ટાઉન હોલમાં બેઠક વ્યવસ્થા ૭૦૦ બેઠકની છે સાંઇ ક્રિષ્ના રેસીડેન્સીના હોલ ખાતે સુરત- તાપી જિલ્લાના અપેક્ષિત ૬૦ જેટલા આગેવાનો સાથે બેઠક બાદ ટાઉન હોલ ખાતે અમિત શાહ આવ્યા ત્યારે ટાઉન હોલની તમામ ૭૦૦ બેઠક ભરાઇ ગઇ હતી. જેને પગલે તાપી જિલ્લાના અને બારડોલીના પણ આગેવાનો બહાર બેસી રહ્યા હતા.

ભાજપના આગેવાનો દ્રારા ૧૦૦૦ થી વધુ અપેક્ષિતો સામે ૭૦૦ બેઠક વ્યવસ્થાવાળા  ટાઉન હોલમાં આયોજન કરતા ટાઉન હોલની બહાર ભાજપ આગેવાનોમાં જ  આયોજન ચર્ચાસ્પદ બની ગયુ હતુ.

Post Comments