Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સુરતમાં છેલ્લા ત્રણ વર્ષમાં 4550 મહિલાઓએ મહાદાન રક્તદાન કર્યુ

- રક્તદાન માટે મહિલાઓ આગળ આવી રહી છે પરંતુ તેમ છતાં હજુ વધુ જાગૃતિની જરૂર

- કેટલીક મહિલાઓ નિયમિત રક્તદાતા છે

(પ્રતિનિધિ દ્વારા)  સુરત, તા. 8 માર્ચ 2018, ગુરુવાર

છેલ્લા લાંબા સમયથી આશ્ચર્યજનક પરિવર્તન સ્ત્રીઓની સ્થિતિમાં આવ્યું છે. સ્ત્રીઓ સેવાકાર્યમાં તો આગળ રહે જ છે. પણ કોઈની જીંદગી બચાવવા માટે રક્તદાન કરીને માનવતા પણ મહેકાવે છે. સુરત શહેરમાં છેલ્લા ત્રણ વર્ષમાં ૪૫૫૦ મહિલાઓએ રક્તદાન કરીને કોઈના માટે જીવનદાન બન્યા હતા.

રક્તદાન એ મહાદાન છે. ત્યારે સુરત શહેરની મહિલાઓ રક્તદાન માટે હંમેશ આગળ રહે છે. જો કે છેલ્લા ૩ વર્ષમાં સુરતમાં ૪૫૫૦ મહિલાઓ રક્તદાન કરી માનવતા મહેકાવી છે. જેમાની કેટલીક મહિલાઓ તો નિયમિત રક્તદાન કરે છે.

નર્સીગ એસોસીએશનના અગ્રણી ઈકબાલ કડીવાલાએ કહ્યું કે, નર્સીંગ એસો. દ્વારા નવી સિવિલ ખાતે ફરજ બજાવતી મહિલા તબીબી, નર્સિંગ, વર્ગ-૪ ના કર્મચારી બહેનો કે જેવો એક પુત્રી કે બે પુત્રી છે તેવી ૬૦ થી વધુ મહિલાઓનું સમ્માન કરવામાં આવશે. જ્યારે બેટી બચાવો, બેટી પડાવો અંતર્ગત સિવિલમાં ૭ માર્ચની મધ્યરાત્રીના જે મહિલા પુત્રીનો જન્મ થયો તેવી મહિલાનું મહાનુભાવો હસ્તે બહુમાન કરાશે.

મહિલા કર્મચારી નિયમિત રક્તદાન કરે છે

સુરત નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલી ગર્વમેન્ટ નર્સિંગ કોલેજના આચાર્ય ઈન્દ્રવતી રાવ છેલ્લા ૧૭ વર્ષતી નિયમિત રક્તદાન કરે છે. જ્યારે સિવિલ હોસ્પિટલના નર્સીંગ સ્ટાફ સુનંદાબેન જગતાપ, અનિતાબેન બહુરૃપી અને શ્વેતલ ભનાર પણ નવી સિવિલમાં દર્દીરઓ સંબંધીઓ લોહી વ્યવસ્થા થઈ ન હોય કે અજાણ્યા વાહન માટે રક્તદાન કરવા હંમેશા આગળ રહે છે. નવી સિવિલની બલ્ડ બેન્કમાં ફરજ બજાવતી અંજના સુરતી ૫ વર્ષમાં ૩ વખત સીંગલ ડોનર પ્લેટલેટ આપી છે. તથા તે દર્દીને જરૃર પડે ત્યારે રક્તદાન તો નિયમિત કરે છે. જ્યારે લોક સમપર્ણ રક્તદાન કેન્દ્રમાં અગાઉ ફરજ બજાવતા રેખાબેન માલવીયા છેલ્લા ૨૦ વર્ષથી રક્તદાન કરે છે. હાલમાં પણ તે રક્તદાન કરવા આવે છે.

૪૫ કિલોથી વધુ વજન અને હિમોગ્લોબીન બરાબર હોય તો રક્તદાન કરો

નવી સિવિલના બ્લડ બેન્કના ડો. સંગીતાબેન વાઘવાણીએ કહ્યું કે જે સ્ત્રીનું હિમોગ્લોબીન ૧૨.૫ થી વધારે હોય, અને વજન ૪૫ કિલોથી વધારે હોય અથવા છેલ્લીવાર ડોનેટ કર્યાના ૪ માસ પછી રક્તદાન કરી શકે છે. જ્યારે ગર્ભવતી, માસિક દરમિયાન, બાળકનું સ્તનપાન કરાવતા હોય તો, ગર્ભપાત કરાવ્યાના છ માસ સુધી રક્તદાન કરી શકે નહીં.

શહેરનાં મેયરે 76 વખત રક્તદાન કર્યુ છે

રેડક્રોસ બ્લડ બેન્કના ડો. પ્રફુલ સીરોયાએ જણાવ્યું કે શહેરના મેયર અસ્મીતાબેન સીરોયાએ ૭૬ વખત રક્તદાન કર્યુ છે. તેની પુત્રી ડો. કોમલ સીરોયાએ ૨૭ વખત અને બીજી પુત્રી ટીન્કલ સીરોયાએ ૧૧ વખત રક્તદાન કર્યુ છે.

સ્વૈચ્છિક રક્તદાન શિબિર આજે

સુરત રક્તદાન કેન્દ્રના નિતેષભાઈ મહેતાએ કહ્યું કે તા. ૮ મી માર્ચના રોજ વિશ્વ મહિલા દિન નિમિત્તે શ્રી ગણપતિશંકર ઈચ્છારામ મજમુદાર પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ અને ચાંલ્લાગલી યુવક મંડળના સહયોગથી થેલેસેમિયા સેન્ટર, ચાંલ્લાગલી ખાતે સાંજે ૬ થી ૧૦ વાગ્યે સુધી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ મહિલાઓ માટે સ્વૈચ્છિક રક્તદાન શિબિર છે.

મહિલાઓએ કરેલા સ્વૈચ્છિક રક્તદાનના આંકડા    

વર્ષ મહિલા રક્તદાતાની સંખ્યા  કુલ રક્તદાતાની સંખ્યા
2015 1480 32916
2016 848 31653
2017 682 30451


લોક સમર્પણ રક્તદાન કેન્દ્ર

2015 81 22436
2016 52 22620
2017 52 22795

નવી સિવિલ હોસ્પિટલ

2015 189 9095
2016 270 10280
2017 154 9212

રેડક્રોસ બ્લડ બેન્ક

દોઢ વર્ષમાં મહિલા કુલ
  742 8786

 

Post Comments