Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

૧૨ ચૂંટણીમાં ઉમરગામની બેઠક પર કોંગ્રેસનો ૮, ભાજપનો ૪ વખત વિજય

- કોંગ્રેસના છોટુ પટેલે સતત ચાર વખત વિજય મેળવ્યો હતો

- ભાજપના વર્તમાન ધારાસભ્ય રમણ પાટકર ચાર વખત જીત્યા છે પણ આ વેળા તેમની સામે રોષ જોવા મળે છે

વાપી,શુક્રવાર તા. 10 નવેમ્બર 2017
મહારાષ્ટ્ર રાજયથી છુટું પડયા બાદ ગુજરાતમાં સન ૧૯૬૨થી સન ૨૦૧૨ સુધી યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ઉમરગામની બેઠક પર કોંગ્રેસનું પ્રભુત્વ રહ્યું હતું. અત્યાર સુધીની ૧૨ ચૂંટણીમાં કોંગ્રેસે ૮ વખત ભાજપે ૪ વખત બેઠક મેળવી છે.  કોંગ્રેસના ઉમેદવારે સતત ૪ વખત વિજય મેળવ્યો હતો. જ્યારે ભાજપના વર્તમાન ધારાસભ્યએ વર્ષ ૧૯૯૫, ૧૯૯૮, ૨૦૦૭ અને ૨૦૧૨માં વિજય મેળવ્યો હતો.

ગુજરાત મહારાષ્ટ્ર રાજયથી છુંટું પડયા બાદ વિધાનસભાની પ્રથમ ચૂંટણી સન ૧૯૬૨માં ચૂંટણી યોજાઈ હતી. આદિવાસી વિસ્તાર એવા ઉમરગામમાં ઈન્ડિયન નેશનલ કોંગ્રેસના ઉમેદવાર સતુભાઈ દેવભાઈ ઠાકરીયા (૨૪૪૦૧ મત) અને પ્રજા સ્વતંત્ર પાર્ટી (પીએસપી)ના ઉમેદવાર મગનભાઈ વલ્લભભાઈ ધોડી (૧૧૫૪૯ મત)નો ૧૨૮૫૨ મતેથી કારમો પરાજય થયો હતો. ૧૯૬૭માં કોંગ્રેસને સતુ ઠાકરીયાએ ફરી જીત મેળવી હતી. ૧૯૭૨થી ૧૯૯૦ સુધી યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસનો દબદબો રહ્યો હતો. ૧૯૯૫માં યોજાયેલી ચૂંટણીમાં અગાઉની બે ટર્મની ચૂંટણીમાં જનતા પાર્ટીમાંથી હારેલા રમણભાઈ પાટકરે ભાજપમાંથી ઉમેદવારી કરતા છોટુભાઈ વેસ્તાભાઈ પટેલનો તેમની સામે પરાજય થયો હતો. 

જોકે, છોટુભાઈ પટેલે ૧૯૭૫, ૧૯૮૦, ૧૯૮૫ અને ૧૯૯૦માં સતત ચાર વખત વિજય મેળવ્યો હતો. ઉમરગામ બેઠક પર ૧૯૬૨થી ૨૦૧૨ સુધીમાં કોંગ્રેસે ૮ વખત અને ભાજપે ૪ વખત જીત મેળવી છે. ભાજપના વર્તમાન ધારાસભ્ય રમણભાઈ પાટકરે ૧૯૯૫ અને ૧૯૯૦માં જીત મેળવ્યા બાદ ૨૦૦૨માં કોંગ્રેસના શંકર વારલી સામે પરાજય થતાં તેઓના હેટ્રીક વિજય પર રોક લાગી ગઈ હતી. ૨૦૦૨માં રમણ પાટકરનો માત્ર ૭૩ મતથી પરાજય થયો હતો.

જયારે ૨૦૦૭ અને ૨૦૧૨માં રમણ પાટકરે ભાજપમાંથી જીત મેળવી હતી. આ વેળા રમણ પાટકર સામે ભાજપના આગેવાનો અને કાર્યકરોમાં ભારે રોષનો ચરૃ ઉકળ્યો છે.

Post Comments